મુખ્ય સમાચાર
News of Thursday, 19th September 2019

ક્રિષ્ના વોટર પાર્કમાં દરોડામાં નિવૃત DYSP સહીત 30 પોલીસકર્મીની અટકાયત : કુવાડવા ચોકીએ લઇ જવાયા: પોલીસે બેડામાં ખળભળાટ

બહુ લાંબી કાર્યવાહી બાદ તમામના બ્લડ સેમ્પલ લેવા કરાશે કાર્યવાહી

રાજકોટ: રાજકોટની ભાગોળે આવેલ ક્રિશ્ના વોટર પાર્ક પર રાત્રે પોલીસે દરોડા પાડ્યા હતા વોટર પાર્કમાં SOGના નિવૃત્ત કર્મચારીની બર્થડે પાર્ટી ચાલતી હતી. તેમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો  ક્રિશ્ના વોટર પાર્કના તમામ ગેટ બંધ કરી દેવાયા હતા અને  મીડિયા કર્મીઓને બહાર અટકાવી દેવાયા હતા બાદમાં લાંબી કાર્યવાહી બાદ રાત્રે લખાઈ છે ત્યારે મોડીરાત્રે 12-30 વાગ્યે નિવૃત ડીવાયએસપી સહીત 30 પોલીસકર્મીની અટકાયત કરાઈ છે અને તમામને કુવાડવા પોલીસ મથકે લઇ જવાયા છે 

 માહિતી મુજબ SOGના નિવૃત્ત કર્મચારીના જન્મદિવસ નિમિત્તે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 45થી વધુ ફરજ પરના અને નિવૃત્ત પોલીસ કર્મચારીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ક્રિશ્ના વોટર પાર્કમાં મોટા પ્રમાણમાં મોંઘીદાટ ગાડીઓ પાર્ક કરાઈ હોવાનું દેખાઈ રહ્યું હતું પાર્ટીમાં રહેલા કેટલાક લોકો ક્રિશ્ના વોટર પાર્કના પાછળના ભાગેથી દિવાલ કૂદીને ભાગી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે.

    રાજકોટ એસીપી એસ.આર ટંડેલે રેડ અંગે જણાવ્યું હતું પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે ક્રિશ્ના વોટરપાર્કમાં પાર્ટી ચાલી રહી છે. અહીં 30 જેટલી વ્યક્તિઓ પાર્ટી હતા. તેમાં પુછપરછમાં જાણવા મળ્યું કે, રિટાયર્ડ પીએસઆઈ રાજભા વાઘેલાના જન્મદિવસની પાર્ટી હતી, જેનું તેમના સાળા દ્વારા આયોજન કરાયું હતું. પાર્ટીમાં 10 જેટલા લોકો નશાની હાલતમાં હતા અને બાકીના 20 લોકોની પણ પુછપરછ કરવામાં આવી છે. નશાની હાલમાં રહેલા 10 વ્યક્તિમાંથી 5ની પાસે પરમીટ હતી, જ્યારે 5 વ્યક્તિ પાસે પરમીટ હતી. પકડાયેલા 30 લોકોમાં એક ડીવાયએસપી,  4 ASI અને 3 કોન્સ્ટેબલ છે

  . અહીં અમે પંચોની સાથે રેડ પાડી છે. અહીં કડકમાં કડક કાર્યવાહી કરીશું. પરમીટ ધરાવતા લોકોનું પણ બ્લડ સેમ્પલ લઈને તેમનો ટેસ્ટ કરાશે. પકડાયેલા 30 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે." 

 

 

(1:16 am IST)