મુખ્ય સમાચાર
News of Friday, 20th September 2019

અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડ: રાતુલ પુરીને પહેલી ઓકટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો

તબીબની સલાહ મુજબ પોતાની સાથે દવાઓ લઇ જવાની પરવાનગી

 

નવી દિલ્હી : અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કેસમાં મની લોન્ડ્રિંગ કેસનાં આરોપી રાતુલ પુરીને દિલ્હીની એક કોર્ટે આજે તેનાં એક ઓકટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે. રાતુલ પુરી મધ્ય પ્રદેશનાં મુખ્યમંત્રી કમલનાથનાં ભત્રીજા છે. ખાસ ન્યાયધિશ અરવિંદ કુમારે રાતુલ પુરીને જેલનાં તબીબની સલાહ મુજબ પોતાની સાથે દવાઓ લઇ જવાની પરવાનગી આપી હતી. ન્યાયધીશે જેલ અધિક્ષકને ઓર્થોપેડિક ગાદલું આપવાની રાતુલ પુરીની માગ પર વિચાર કરવાનુ કહ્યું હતું.

કોર્ટે જેલ પ્રભારીને નિર્દેશ આપ્યા છે કે તેઓ પુરીને તિહાડ જેલમાં લઇ જતા સમયે તેમની સુરક્ષા અને સંરક્ષા સુનિશ્ચિત કરે.

 અત્રે ઉલ્લેખનિય છે કે ઇટલીની કંપની ફિનમેકેનિકાનાં બ્રિટીશ સહયોગી અગસ્તા વેસ્ટલેન્ડ પાસેથી 12 વીવીઆઇપી હેલિકોપ્ટર ખરીદવાની પ્રક્રિયામાં આચરવામાં આવેલી અનિયમીતતા પર ફરિયાદ કરી હતી. જેમાં મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કરવામા આવ્યો હતો.-

(12:02 am IST)