મુખ્ય સમાચાર
News of Thursday, 20th September 2018

અમેરિકામાં ફલોરેન્‍સ વાવાઝોડાગ્રસ્‍ત વિસ્‍તારોની વહારે ઇન્‍ડિયન અમેરિકન વોલન્‍ટીયર ઓર્ગેનાઇઝેશનઃ હજુ પણ નોર્થ તથા સાઉથ કેરોલિના અને વર્જીનીઆનાં રસ્‍તાઓ ઉપર પાણીના પૂર અને કાદવના થરના કારણે મદદરૂપ થવામાં વિલંબ

કેરોલિનાઃ યુ.એસ.ના નોર્થ તથા સાઉથ કેરોલિના તથા વર્જીનીયામાં ફલોરેન્‍સ વાવાઝોડાએ મચાવેલા હાહાકારથી લોકોને બચાવવા માટે મેદાને પડેલા ઇન્‍ડિયન અમેરિકન વોલન્‍ટીઅર ઓર્ગેનાઇઝેશનએ જણાવ્‍યું  હતું કે અસરગ્રસ્‍તો સુધી પહોંચવાનું કામ હજુ પણ અમુક વિસ્‍તારોમાં વિકટ છે. રસ્‍તાઓ ઉપર હજુ પણ પાણીના પુર અને કાદવના થર છે.

નોર્થ કેરોલિના સ્‍ટેટ સેનેટર ઇન્‍ડિયન અમેરિકન  જય ચૌધરીએ સમાચાર સૂત્રને જણાવ્‍યા મુજબ  સેનેટ ડીસ્‍ટ્રીકટ દ્વારા અસરગ્રસ્‍તો માટે શકય તેટલી તમામ મદદ પહોંચાડવાનો પ્રયાસ ચાલુ છે. તેમ છતાં પરિસ્‍થિતિ થાળે પડતા સમય લાગશે. જો કે તેમણે  એવી આશા વ્‍યકત કરી હતી કે ભારતીય  કોમ્‍યુનીટીના લોકો આ મુશ્‍કેલીમાંથી વહેલી તકે હેમખેમ બહાર આવી જશે.

ઉલ્લેખનીય છે કે આ વાવાઝોડાથી ૧૭ બિલિયન ડોલર જેટલું નુકશાન થયું છે. ૩૭ લોકો માર્યા ગયા છે. તથા ૧પ હજાર જેટલા લોકોનું જનજીવન ખોરવાયું છે. જેઓ ઘરવિહોણા બની ગયા છે.

(12:01 am IST)