News of Thursday, 20th September 2018
અમેરિકાના મિડલટનમાં સોફ્ટવેર કંપનીનમાં ફાયરિંગ : ચાર લોકો ઘાયલ :હુમલાખોર ઠાર
અમેરિકાના વિસ્કોન્સિનનીમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. શિકાગો ટ્રિબ્યુન વેબસાઇટ રિપોર્ટ અનુસાર, બુધવારે સવારે 10.25 વાગ્યે રાજધાની મેડિસન નજીક મિડલટનમાં એક સોફ્ટવેર કંપનીમાં હુમલાખોરે ફાયરિંગ કરતા ચાર લોકો ઘાયલ થયા છે. જ્યારે પોલીસના જવાબી ફાયરિંગમાં હુમલાખોરનું મોત થયુ છે. હાલ આ ઈમારતમાં કોઈ સંદિગ્ધ વ્યક્તિ નથી.
(10:31 pm IST)