મુખ્ય સમાચાર
News of Thursday, 20th September 2018

મધ્યપ્રદેશ:ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મના આરોપી શિક્ષકને ફાંસીની સજા ફટકારતી કોર્ટ

અદાલતે 23 વર્ષીય આરોપી મહેન્દ્ર સિંહગૌડને દોષિત ઠેરવ્યો ;બાળકીની હાલત હજુ ગંભીર

 

ભોપાલ :મધ્યપ્રદેશના સતનામાં અદાલતે ચાર વર્ષની એક બાળકી સાથે બળાત્કારના આરોપી શિક્ષકને ફાંસીની સજા સંભળાવી છે. સતનાની એક અદાલતે 23 વર્ષીય આરોપી મહેન્દ્ર સિંહ ગૌડને બાળકી સાથે બળાત્કારના આરોપમાં દોષિત ગણીને ફાંસીની સજા સંભળાવી છે. મહેન્દ્ર સિંહને આઈપીસીની કલમ 376 એબી, પોક્સો એક્ટના સેક્શન 5/6 હેઠળ દોષિત ગણવામાં આવ્યો. બાળકીની હાલત હજુ પણ ગંભીર જણાવવામાં આવી રહી છે.

(10:00 pm IST)