News of Thursday, 20th September 2018
ભાગેડુ માલ્યાને બે હેલિકોપ્ટરમાંથી ઉપજ્યા રૂપિયા 8.57 કરોડ:ચૌધરી એવિયેશને ખરીદ્યા
નવી દિલ્હી ;ભાગેડુ વિજય માલ્યાના બે હેલિકોપ્ટરની બધવારે હરાજી થઈ હતી. દિલ્હીની કંપની ચૌધરી એવિયેશને બંને હેલિકોપ્ટર 8.75 કરોડ રૂપિયામાં ખરીદી લીધા છે. બંને હેલિકોપ્ટર 10 વર્ષ જુના છે. આ હરાજીમાં 3 કંપનીઓએ ભાગ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે માલ્યા પર 17 બેંકોનું 9000 કરોડનું દેવું છે. જેમાંથી માલ્યાની સંપતિ વેંચી 963 કરોડની વસુલી કરી લેવામાં આવી છે.
(10:00 pm IST)