નંબર વધારવાના બદલે સેક્સની માંગણી કરાઈ
બે પ્રોફેસરની ધરપકડ કરાઈ
નાસિક, તા. ૨૦ :મહારાષ્ટ્રમાં નાસિક પોલીસે શહેરની એક કોલેજમાં ફરજ બજાવતા બે શિક્ષકની ધરપકડ કરી છે. તેમના ઉપર આક્ષેપ છે કે, આ લોકોએ હાઈસ્કુલની એક વિદ્યાર્થીની સમક્ષ અંગ્રેજીમાં નંબર વધારવા માટે સેક્સની માંગણી કરી હતી. પોલીસનું કહેવું છે કે, યુવતીની ફરિયાદ બાદ બંને શિક્ષકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ બંનેને કોર્ટમાં રજૂ રવામાં આવ્યા બાદ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા છે. હાઈસ્કુલમાં સ્કુલ કોલેજ કેટલાક ઇન્ટરનલ માર્ક પણ વિદ્યાર્થીઓને આપે છે જેને બોર્ડમાં મોકલવામાં આવે છે. અંતિમ રિઝલ્ટમાં આને જોડવામાં આવે છે. ડીસીપી લક્ષ્મીકાંત પાટિલે કહ્યું છે કે, પોલીસ યુવતીના આરોપોની તપાસ કરી રહી છે. આ સંદર્ભમાં વધારે માહિતી મળી શકી નથી. હવે બંને શિક્ષકોની પુછપરછ કરવામાં આવશે. યુવતીની પણ પુછપરછ કરવામાં આવશે. યુવતી ફેબ્રુઆરી ૨૦૧૭થી લઇને હજુ સુધી આશરે ચાર વખત ૧૨માં ધોરણની પરીક્ષા આપી છે પરંતુ અંગ્રેજીમાં હંમેશા ફેલ થઇ રહી હતી. યુવતીએ આક્ષેપ કર્યો છે કે, બંને શિક્ષકોએ તેને ખોટી રીતે સ્પર્શ કરી હતી. સેક્યુઅલ ડિમાન્ડ કરી હતી. સારા માર્ક આપવાની ખાતરી આપી હતી. આ સંદર્ભમાં કેસ દાખલ કરવામાં આવ્યા બાદ ઉંડી તપાસ હાથ ધરાઈ છે.