મુખ્ય સમાચાર
News of Thursday, 20th September 2018

બીએસએફના જવાનની બર્બર હત્યાથી દેશમાં આક્રોશનું મોજુ

છપ્પન ઇંચની છાતી ક્યાં ગઇ : કોંગ્રેસનો પ્રશ્ન : એકના બદલે ૧૦ માથા કાપી લાવવા માટે વચન મોદીએ આપ્યું હતું પરંતુ હવે વચન પળાતા નથી : કોંગ્રેસના પ્રહાર

નવી દિલ્હી, તા. ૨૦ : જમ્મુ કાશ્મીરમાં જમ્મુ ક્ષેત્રના ઇન્ટરનેશનલ બોર્ડર ઉપર પાકિસ્તાની રેન્જર દ્વારા બીએસએફ જવાન નરેન્દ્રસિંહની બર્બરતા સાથે કરવામાં આવેલી હત્યાથી દેશભરમાં તંગદિલીપૂર્ણ માહોલ છે. બીજી બાજુ વિપક્ષે સરકાર પર જવાનોની સુરક્ષાને લઇને હવે પ્રશ્નો ઉઠાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે, સરકાર સેનાનો રાજકીય લાભ ઉઠાવવા માટે ઉપયોગ કરી રહી છે. બીજી બાજુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ જવાનો ઉપર થઇ રહેલા હુમલાઓ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. મંગળવારના દિવસે પાકિસ્તાની સૈનિકો દ્વારા જમ્મુ નજીક આઈબી પર બીએસએફના એક જવાનની ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી હતી જેના પરિણામ સ્વરુપે સમગ્ર દેશમાં કોહરામની સ્થિતિ મચી ગઈ છે.  આ બર્બર ઘટના મંગળવારના દિવસે રામગઢ સેક્ટરમાં થઇ હતી. સુરક્ષા દળોએ ૯૨ કિમી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ અને ૭૪૦ કિલોમીટર લાંબી અંકુશરેખા પર હાઈએલર્ટની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસના પ્રવક્તા સુરજેવાલાએ કહ્યું છે કે, પહેલા હેમરાજ અને હવે નરેન્દ્રસિંહની હત્યા કરવામાં આવી છે. પાકિસ્તાને તેમની બર્બરતાપૂર્વક હત્યા કરી છે. સરકાર શું કરી રહી છે. મોદીના છપ્પન ઇંચની છાતી અને લાલ આંખ ક્યા ગઈ છે. એકના બદલે ૧૦ માથા લાવવાનું વચન શું થયું. સરકારને જવાનોની કોઇ પડી નથી. મોદી જવાનોની સુરક્ષા માટે કોઇ પગલા લઇ રહ્યા નથી. દેશ જવાબ ઇચ્છે છે. બીજી બાજુ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા મનિષ તિવારીએ કહ્યું છે કે, સરકારને કઠોર પગલા લેવા પડશે. પાકિસ્તાની પોલિસીની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, માત્ર નિવેદનબાજીથી કામ ચાલશે નહીં. વિપક્ષમાં રહીને સરકાર દ્વારા માત્ર પ્રહારો કરવામાં આવે છે. બીજી બાજુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું છે કે, છેલ્લે ક્યા સુધી ભારતના સૈનિકો ઉપર અત્યાચાર જારી રહેેશે. ક્યાં સુધી ભારત પાકિસ્તાની સામે નિસહાય રહેશે. આખરે કઈ મજબૂરી વડાપ્રધાન સામે રહેલી છે. સત્તાવાર સુત્રોએ કહ્યું છે કે, હેડકોન્સ્ટેબલ નરેન્દ્રસિંહના શરીરમાં ત્રણ ગોળીઓના નિશાન મળી આવ્યા છે. ત્યારબાદ તેમનું ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી છે. તેમના મૃતદેહને જોઇને કહી શકાય છે કે, તેમને ખુબ પરેશાન કરીને હત્યા કરવામાં આવી હતી. નરેન્દ્રનો મૃતદેહ છ કલાક બાદ ભારત પાકિસ્તાન સરહદ નજીક મળી આવ્યો હતો. બીએસએફની ટુકડીને આ મૃતદેહ હાથ લાગ્યો હતો. બીજી બાજુ એવું પણ જાણવા મળી રહ્યું છે કે, ૩૬ ચેનાવ પાકિસ્તાની રેન્જર્સ તરફથી બીએસએફની ટુકડી ઉપર ગોળીબાર કર્યો હતો ત્યારબાદ બીએસએફનો આ જવાન લાપત્તા થયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે સ્માર્ટ ફેન્સિંગ પ્રોજેક્ટ લોંચ કર્યાના એક દિવસ બાદ આ ઘટના બની છે. આને સરકાર હાઈટેક પ્રણાલી ગણાવી રહી છે. રાજનાથસિંહે કહ્યું છે કે, આ પ્રણાલીથી બીએસએફના જવાનોનેઘુસણખોરી રોકવામાં મદદ મળશે.

પાકિસ્તાન સામે પગલા લેવાની પુત્રની માંગણી

શહાદત ઉપર ગર્વ છે : પુત્ર

         સોનીપત, તા. ૨૦ : સરહદ પર પાકિસ્તાની સેનાના ગોળીબારમાં શહીદ થયેલા બીએસએફના હેડકોન્સ્ટેબલ નરેન્દ્રસિંહને સોનીપતમાં તેમના પૈત્રુક ગામમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી. શહીદ જવાનને અંતિમ વિદાય આપવા માટે હજારો લોકો ઉમટી પડ્યા હતા. ઉપસ્થિત લોકોએ મનમાં એક બાજુ પાકિસ્તાનની નાપાક હરકતને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. બીજી બાજુ શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. નરેન્દ્રસિંહનો મૃતદેહ જમ્મુના રામગઢ સેક્ટરમાં મળી આવ્યો હતો. પાકિસ્તાની સેનાએ માત્ર ગોળીઓ જ મારી ન હતી બલ્કે મોત બાદ તેમના મૃતદેહ સાથે બર્બરતા વર્તાવી હતી. પોતાની શહાદતથી દુખી પુત્રએ પાકિસ્તાનની બર્બરતા પર સરકાર સમક્ષ પગલા લેવાની માંગ કરી છે. જો કે, એમ પણ કહ્યું છે કે, આ ગર્વનો વિષય છે. દરેક વ્યક્તિ તિરંગામાં અંતિમ વિદાય મળતી નથી.

(7:27 pm IST)