મુખ્ય સમાચાર
News of Thursday, 20th September 2018

પશ્ચિમ બંગાળના બેરકપુરમાં વૃદ્ધ માતાને ઘરની બહાર રાખીને પુત્ર-પુત્રવધુ ઘરને તાળુ મારીને પ્રવાસમાં ઉપડી ગયા

બેરકપુરઃ પશ્ચિમ બંગાળના બેરકપુરથી એક એવી ઘટના સામે આવી છે જેના પરથી સમાજમાં વધી રહેલી અસંવેદનશીલતા અને અમાનવીયતાનો ચિતાર મળે છે. એક શિક્ષક દીકરો પોતાના ઘરમાં તાળું મારીને પત્ની સાથે ટૂર પર જતો રહ્યો અને પોતાની 70 વર્ષની ઘરડી માતાને રોડ પર રઝળતી મુકી દીધી.

ઘરડી માને ખાવાપીવાના ફાંફા થઈ ગયા, આખરે આસપાસ રહેતા અમુક લોકોએ તેમની મદદ કરી. આ કપલનું મકાન બૈરકપુરમાં છે. ટીચર અને તેની પત્નીએ માતાને મકાનની બહાર કાઢીને મકાનમાં તાળુ માર્યું અને અસમ ટૂર પર નીકળી ગયા.

70 વર્ષીય મહિલા રોડ પર અહીં તહીં ફરતી રહી, પરંતુ જ્યારે ભૂખથી સ્થિતિ ખરાબ થતી ગઈ તો રડવા લાગી. ત્યારે પાડોશીઓનું મહિલા પર ધ્યાન ગયું. કહેવામાં આવે છે કે, ઘરડી માતા સાથે પહેલા પણ દુર્વ્યવ્હાર કરવામાં આવતો હતો. તે વિસ્તારના કાઉન્સિલર અજબિઠી વિશ્વાસે જણાવ્યું કે, મહિલાના જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને રહેવા માટે જગ્યા પણ આપવામાં આવી છે.

કપલ અસમથી પાછું ફરે તેની રાહ જોવામાં આવી રહી છે. તેમના પર કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે.

(5:08 pm IST)