મુખ્ય સમાચાર
News of Thursday, 20th September 2018

GSPCએ જનતાના ૧૭,૦૦૦ કરોડ રૂપિયા ડૂબાડ્યાઃ કેગ રિપોર્ટ

૫૪ SPSU ના નફા(૩,૬૪૭) કરતાં આ ૧૪ SPSUનું નુકાશાન પાંચ ગણું વધારે છે

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (૯૭૩.૫૦ કરોડ ખોટ), ગુજરાત સ્ટેટ રોડ ટ્રાંસપોર્ટ કોપોરેશન GSRTC(૧૮૪.૪૫ કરોડ ખોટ)અને ગુજરાત સ્ટેટ ફાઇનાન્સિયલ કોર્પોરેશન(૧૧૭.૧૮ કરોડની ખોટ) નુકાસાન કરતાં અન્યSPSUછે

મુંબઇ, તા.૨૦: ૨૦૧૬-૧૭માં રાજય સરકાર સંચાલિત પબ્લિક સેકટર અંડરટેકિંગ્સ (SPSUs)ની ૧૪ કંપનીઓને ૧૮,૨૧૪ કરોડનું નુકસાન થયું છે. સૌથી વધુ નુકસાન ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC)ના કારણે થયું છે. બુધવારે વિધાનસભામાં રજૂ કરાયેલા CAG નારિપોર્ટમાં આ ખુલાસો થયો છે. રાજયમાં ૭૭ SPSU છે. ૧૪ SPSUમા કુલ ૧૮, ૨૧૪ કરોડના નુકસાનમાં ૧૭,૦૬૧.૨૦ કરોડ રૂપિયાના નુકસાન સાથે GSPC મોખરે છે. ૫૪ SPSUના નફા (૩,૬૪૭ કરોડ) કરતાં આ ૧૪ SPSU‚નું નુકસાન પાંચ ગણું વધારે છે.

રિપોર્ટ પ્રમાણે, ૨૦૧૫-૧૬માં થયેલો ૧,૬૩૩.૧૨ કરોડ રૂપિયાનો નફો ૨૦૧૬-૧૭માં GSPC નાંઅસામાન્ય નુકસાનને કારણે ૧૪,૭૬૪.૪૩ કરોડની ખોટમાં પરિવર્તિત થયો. SPSUમાં ૨૦૧૨-૧૩માં રોકાણ ૧,૦૨,૬૮૯.૨૧ કરોડ હતું જે વધીને ૨૦૧૬-૧૭માં ૧,૪૯,૪૯૯.૨૨ કરોડ થયું. ૨૦૧૨-૧૩થી૨૦૧૫-૧૬ દરમિયાન રોકાણ પર ૪.૯૫%, ૬.૮૨% વચ્ચે રિટર્ન મળ્યું. જો કે, ૨૦૧૬-૧૭માં ખોટ જતાં રોકાણ પરનું રિટર્ન ગણવામાં આવ્યું નથી.

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (૯૭૩.૫૦ કરોડ ખોટ), ગુજરાત સ્ટેટ રોડ ટ્રાંસપોર્ટ કોર્પોરેશન (GSRTC) (૧૮૪.૪૫ કરોડ ખોટ) અને ગુજરાત સ્ટેટ ફાઈનાન્સિયલ કોર્પોરેશન (૧૧૭.૧૮ કરોડની ખોટ) નુકસાન કરતાં અન્યા SPSU છે. કેગ રિપોર્ટ મુજબ, ઈન્વેસ્ટમેન્ટ અને લોસના એનાલિસીસમાં બહાર આવ્યું છે કે ૭૭માંથી ૧૧ SPSUની નેટવર્થ ધોવાઈ છે.તો બીજી તરફ ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (૭૩૭.૭૯ કરોડ), ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (૪૪૫.૯૮ કરોડ), ગુજરાત ગેસ લિમિટેડ (૩૦૩.૩૩ કરોડ) જેવા SPSU નફો કરી રહ્યા છે. ૩૧ માર્ચ, ૨૦૧૭માં ૯૧ SPSU માં થયેલું રોકાણ (મૂડી અને લાંબા ગાળાની લોન) ૧,૪૩,૨૧૭.૮૪ કરોડ છે. PSUsમાં ૯૯.૪૪ ટકા રોકાણ થયેલું છે.(૨૨.૧૪)

(4:06 pm IST)