મુખ્ય સમાચાર
News of Thursday, 20th September 2018

એક દિવસની રાહત બાદ ફરી પેટ્રોલના ભાવમાં ભડકો : રૂા. ૮૯.૬૦ પ્રતિ લિટર

પેટ્રોલના ભાવમાં ૦૬ પૈસાનો વધારો થયો

નવી દિલ્હી તા. ૨૦ : એક દિવસની રાહત બાદ પેટ્રોલના ભાવમાં એકવાર ફરીથી તેજી જોવા મળી રહી છે. પેટ્રોલના ભાવમાં ૦૬ પૈસાનો વધારો થયો છે. જોકે, ડીઝલના ભાવમાં બીજા દિવસે કોઇ ફેરફાર થયો નથી. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલમાં ૦૬ પૈસાનો વધારો થતાં પેટ્રોલ ૮૨.૨૨ રૂપિયા થયો છે. જયારે ડીઝલ રૂ. ૭૩.૮૭ પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. જયારે અમદાવાદમાં પ્રતિ લીટર પેટ્રોલ રૂ.૮૧.૩૫, ડીઝલ રૂ.૭૯.૨૮ પ્રતિ લિટર પહોંચ્યું છે.

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી મુંબઇના લોકોને વધારે મુશ્કેલીઓ વર્તાઇ રહી છે. મુંબઇમાં પેટ્રોલનો ભાવ ૯૦ રૂપિયાની નજીક પહોંચી ચુકયો છે. ગુરુવારે માયાનગરીમાં પેટ્રોલ ૮૯.૬૦ રૂપિયા પ્રતિ લિટર વચ્ચે જઇ રહ્યો છે. જયારે ડીઝલ ૭૮.૪૨ રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યો છે. છેલ્લા બે દિવસની વાત કરીએ તો મુંબઇમાં પેટ્રોલ ૮૯.૫૪ રૂપયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે.

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવમાં કોલકત્તા અને ચેન્નાઇના લોકોને પણ મુશ્કેલીઓમાં મુકયા છે. ચેન્નાઇમાં પેટ્રોલ ૮૫.૪૮ રૂ. પ્રતિ લિટર વેચાઇ રહ્યો છે. જયારે ડીઝલ ૭૮.૧૦ રૂ. પ્રતિ લિટર વેચાઇ રહ્યો છે. કોલકાત્તામાં લગભગ આજ હાલત છે. કોલકત્તામાં પેટ્રોલ ૮૪.૦૭ રૂ. પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. જયારે ડીઝલ ૭૫.૭૨ પ્રતિ લિટર પહોંચ્યું છે.(૨૧.૨૬)

ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવ

વડોદરામાં પેટ્રોલ રૂ.૮૧.૧૪ ડીઝલ રૂ.૭૯.૦૬

રાજકોટમાંપેટ્રોલ રૂ.૮૧.૨૪  ડીઝલ રૂ.૭૯.૧૯

સુરતમાંપેટ્રોલ રૂ.૮૧.૩૫    ડીઝલ રૂ.૭૯.૩૦

અમદાવાદમાં પેટ્રોલ રૂ.૮૧.૩૫  ડીઝલ રૂ.૭૯.૨૮

(4:14 pm IST)