મુખ્ય સમાચાર
News of Thursday, 20th September 2018

વરસાદનો લગભગ છેલ્લો રાઉન્ડ બાદ વિદાય, જો કે સૌરાષ્ટ્રને અસરકર્તા નથી

આંધ્રપ્રદેશની સિસ્ટમ્સ ડીપડીપ્રેશન બનશે, ગુજરાત - મધ્ય ગુજરાતમાં તા.૨૨,૨૩ થોડી ઘણી અસર કરશે : ૩૧% વિસ્તારમાં વરસાદની અછત

રાજકોટ, તા. ૨૦ : આ વર્ષે ધારણા મુજબનો વરસાદ પડ્યો નથી. અનેક વિસ્તારોમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે. જયારે દક્ષિણ ગુજરાતમાં બેસુમાર વરસ્યો હતો. ત્યારે આંધ્રપ્રદેશના તટીય વિસ્તારમાં બનેલ ડિપ્રેશન ૨૪ કલાકમાં ડીપડીપ્રેશન બનશે. જે મધ્ય ભારત તરફ આગળ વધશે. જેની ગુજરાત અને મધ્ય ગુજરાતમાં થોડી ઘણી અસર કરશે. જયારે સૌરાષ્ટ્રમાં શકયતા ઓછી છે. તેમ હવામાન વિભાગે જણાવ્યુ હતું.

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે આ સપ્તાહના અંત સુધીમાં ગુજરાતમાં હળવા ઝાપટા પડી શકે છે. બંગાળની ખાડીના ઉત્ત્।રે એક નવી લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઇ રહી છે. જેની સીધી અસર ગુજરાત પર થાય એવી સંભાવનાઓ દેખાઈ રહી છે અને રાજયમાં હળવો વરસાદ થઇ શકે છે એવી આગાહી હવામાન વિભાગે કરી છે

લો પ્રેશર તૈયાર થવાથી સૌરાષ્ટ્રના કિનારાના વિસ્તારોને સીધી અસર થવાની સંભાવના છે. જેથી સૌરાષ્ટ્ર પંથકમાં હળવા ઝાપટા પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલમાં વરસાદની ઘટ ૨૯ ટકા છે. રાજયમાં માત્ર ૭૪ ટકા વરસાદ વરસ્યો છે.

(3:52 pm IST)