મુખ્ય સમાચાર
News of Thursday, 20th September 2018

પેટ્રોલ-ડિઝલમાં ભાવ વધારાને કારણે મોટી સંખ્‍યામાં લોકો સીએનજીની પસંદગી કરી રહ્યા છે

ગયા વર્ષની સરખામણીએ ૧૫૦૦થી વધીને બેગણો વધારો જોવા મળ્‍યો

નવીદિલ્‍હી, તા.૨૦: પેટ્રોલ અને ડિઝલની વધતી કિમતો ભલે ગ્રાહકોને પરેશાન કરી રહી હોય. પરંતુ તેના કારણે લોકો દિલ્‍હી અને ઉપનગરીય વિસ્‍તારમાં સીએનજી અપનાવવા લાગ્‍યા છે. ગયા વર્ષની સરખામણીએ દર મહીને સીએનજી અપનાવનારની સંખ્‍યા ૧૫૦૦થી વધીને બેગણી ૩૦૦૦ થઇ ગઇ છે.

ડીઝલ અને દિલ્‍હીમાં પ્રવેશાવા માટે લાગતા ગ્રીન ટેક્ષ, બંનેની કિંમતનાં વધારાને કારણે લોકો માટે સીએનજી વધુ સરળ કિંમતે નજર આવી રહ્યું છે. ત્‍યાં સુધી કે હળવા કોમર્શિયલ વાહનો અને ટ્રક પણ હવે તે બાજુ વળી રહ્યા છે દિલ્‍હીના સીએનજી એકમાત્ર વિતરણ કર્તા આઇજીએલ પાસેથી મળેલી માહિતી મુજબ ગયા વર્ષના પ્રથમ તિમાહીના દર મહિને જયાં ૧૫૦૦ લોકો સીએનજીનું વલણ અપનાવી રહ્યા હતા. તે આ વર્ષની તિમાહીનો દર મહીને તે સંખ્‍યા વધીને ૩૦૦૦ થઇ ગઇ છે. સીએનજીથી ચાલતા સીએનસી એપક્ષાકૃત દિલ્‍હીમાં સસ્‍તી છે. આ કારણે લાંબી લાઇનો જોવા મળી રહી છે.

સીએનજીના કારણે લોકોને પેટ્રોલ અને ડીઝલની તુલનામાં ક્રમશઃ ૬૦ અને ૪૦ ટકાની બચત થઇ રહી છે.

(12:50 pm IST)