મુખ્ય સમાચાર
News of Thursday, 20th September 2018

આંધ્ર પ્રદેશમાં રાહુલ ગાંધીએ કહ્યું, પીએમ બનતાં જ આપીશ વિશેષ રાજયનો દરજ્જો!!

કરનુલ : આંધ્ર પ્રદેશની મુલાકાતે પહોંચેલા કોંગ્રેસ અધ્‍યક્ષે પીએમ બનવા અંગે મહત્‍વનું નિવેદન આપ્‍યુ છે. રાહુલ ગાંધીએ જણાવ્‍યુ કે, વડાપ્રધાન બનતાની સાથે સૌથી પહેલા આંધ્ર પ્રદેશને વિશેષ રાજયનો દરજ્જો આપવાની ફાઈલ પર હસ્‍તાક્ષર કરીશ. રાહુલ ગાંધીએ આ પ્રકારનું નિવેદન આંધ્ર પ્રદેશના કરનૂલમાં આપ્‍યુ છે. રાજયના ભાગલા વખતે વિશેષ રાજયનો દરજ્જો આપવાનો વાયદો કરવામાં આવ્‍યો હતો.

(12:28 pm IST)