મુખ્ય સમાચાર
News of Thursday, 20th September 2018

અર્થતંત્ર ઉપરથી લોકોનો ભરોસો ઘટયોઃ મોદીની ચિંતા વધારતો સર્વે

૧ વર્ષમાં ૨૭ ટકા જેટલો ઘટયો ઈકોનોમી ઉપરનો ભરોસોઃ ૨૦૧૭માં ૮૩ ટકા લોકોનો હતો ભરોસો જે હવે ૨૭ ટકા ઘટી ૫૬ ટકા જ રહી ગયો : પેટ્રોલ-ડીઝલના ભાવ, ડોલર સામે રૂપિયો ઘસાતા, નોટબંધી, જીએસટી વગેરે મુખ્‍ય કારણઃ ચૂંટણીના વર્ષમાં લોકોના ભરોસામાં ઘટાડો મોદી સરકાર માટે ખતરાની ઘંટડી

નવી દિલ્‍હી, તા. ૨૦ : હાલમાં પ્‍યૂ સર્વેના તારણોએ વડાપ્રધાન મોદીની ચિંતામાં વધારો કર્યો છે. સર્વે અનુસાર દેશભરના લોકોમાં અર્થતંત્રને લઈને ભરોસો ઓછો થયો છે. સર્વે અનુસાર વર્ષ ૨૦૧૭ થી ૨૦૧૮ વચ્‍ચે ભારતીય લોકોનો અર્થતંત્ર પરના ભરોસામાં ૨૭ ટકાનો ઘટાડો આવ્‍યો છે. ૨૦૧૭માં જ્‍યાં ૮૩ ટકા ભારતીયો દેશની અર્થ વ્‍યવસ્‍થા પર ભરોસો કરતા હતા તેઓ જ આ વર્ષ એટલે કે ૨૦૧૮ (બીજા કવાર્ટર)માં તેમા ૨૭ ટકાનો ઘટાડો નોંધાયો છે. હવે માત્ર ૫૬ ટકા દેશવાસીઓ જ પોતાના અર્થતંત્ર પર ભરોસો કરી રહ્યા છે. ચૂંટણીના વર્ષમાં લોકોના ભરોસામાં ઘટાડો મોદી સરકાર માટે ચિંતાનું કારણ છે.

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ, ડોલરના મુકાબલે રૂપિયામાં સતત ઘટાડો ઉપરાંત જીએસટી અને નોટબંધીની અસર આનુ કારણ માનવામાં આવે છે. સર્વે અનુસાર ભારત સિવાય મોટા ભાગના ૨૬ દેશોની અર્થ વ્‍યવસ્‍થામાં લોકોનો ભરોસો વધ્‍યો છે.

પ્‍યૂ એ પોતાના સર્વમાં જણાવ્‍યુ છે કે ૨૦૦૮ની વૈશ્વિક મંદી બાદ જ્‍યાં પヘમિી અર્થ વ્‍યવસ્‍થા તેમાથી ઝડપથી બહાર આવતી દેખાય રહી છે તો ભારતીય અર્થ વ્‍યવસ્‍થામાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. જો કે ઉભરતી અર્થ વ્‍યવસ્‍થાઓની સરેરાશ ૪૩ ટકાથી ભારત ૫૬ ટકા સાથે ઘણુ આગળ છે. આ બાબત કેન્‍દ્ર અને ભાજપ માટે રાહતરૂપ ગણી શકાય.

સર્વે અનુસાર ૬૬ ટકા ભારતીયોનું માનવુ છે કે તેમની આવતી પેઢીનું ભવિષ્‍ય તેમના કરતા સારૂ હશે. ફકત ૧૯ ટકા જ વિરૂદ્ધમાં વિચારે છે. આ સિવાય ફકત ૧૬ ટકા ભારતીયોનું માનવુ છે કે, ૨૦ વર્ષ પહેલાની આર્થિક સ્‍થિતિથી પણ આપણે ખરાબ તબક્કામાં છીએ.

સર્વે અનુસાર ભાજપના સમર્થકોનું માનવુ છે કે, અર્થ વ્‍યવસ્‍થાની સ્‍થિતિ તેમના કાર્યકાળમાં સારી છે. સર્વે અનુસાર દેશમાં સરકારનો વિરોધ કરતા ૪૮ ટકા લોકોનું માનવુ છે કે, તેઓ ખરાબ સ્‍થિતિ અનુભવે છે જ્‍યારે ૭૨ ટકાએ મોદીની આર્થિક નિતી પર ભરોસો વ્‍યકત કર્યો છે.

સર્વે અનુસાર ૧ વર્ષમાં ફ્રાન્‍સના અર્થતંત્રમાં ત્‍યાંના લોકોનો ભરોસો ૨૨ ટકા વધ્‍યો છે. જ્‍યારે દક્ષિણ કોરીયામાં ૧૬ ટકા, હંગેરીમાં ૮ ટકા, ઓસ્‍ટ્રેલીયા અને અમેરીકામાં ૭ ટકા વધ્‍યો છે.

(10:36 am IST)