મુખ્ય સમાચાર
News of Thursday, 20th September 2018

રોડ પ્રોજેક્ટમાં લોન આપવામાં બેન્કોને ખચકાટ :મોદીની યોજનાઓ થશે ઠપ્પ

નવી દિલ્હી :બેંકો રોડ પ્રોજેક્ટ માટે લોન આપવામાં ખચકાઈ રહી હોવાથી મોદી સરકારના ‘ભારતમાલા' પ્રોજેક્ટની ઝડપ પણ ઘટી જશે તેવી શક્યતા ઊભી થઈ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 35 હજાર કિલોમીટરનો રોડ બનાવવામાં આવી રહ્યો છે, જે દેશના મહત્વના બિઝનેસ સેન્ટરને એકબીજા સાથે જોડશે. માર્ચમાં પૂરા થયેલા નાણાંકિય વર્ષમાં તેમાંથી 10 હજાર કિમીનો રોડ લગભગ બની ચૂક્યો છે.

(8:21 pm IST)