મુખ્ય સમાચાર
News of Tuesday, 20th August 2019

ગેંગસ્ટર છોટા રાજન હત્યાના પ્રયાસ માટે દોષી, કોર્ટએ ૮ વર્ષની જેલની સજા ફટકારી

        ગેંગસ્ટર છોટા રાજન અને તેના પ સાથીઓને  મુંબઇની એક વિશેષ અદાલતએ હત્યાના પ્રયાસમાં દોષી ગણી ૮ વર્ષની કારાવાસની સજા ફટકારી.

         આ લોકો ઉપર હોટલ વ્યવસાયી બી.આર. શેટ્ટી પર ગોળી ચલાવવાનો આરોપ હતો.  ઇન્ડોનેશીયાથી ભારત પ્રત્યર્પિત કર્યા પછી છોટા રાજન દિલ્લીની તિહાર જેલમાં બંધ હતા. આ મામલો ર૦૧ર ની સાલનો હતો.

 

(11:03 pm IST)