મુખ્ય સમાચાર
News of Tuesday, 20th August 2019

મધ્યપ્રદેશમાં જીવતા કરવા માટે સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં ર મૃતદેહને નમકમાં દબાવીને રાખવામાં આવ્યા

        ઇન્દોર જીલ્લા ( મધ્યપ્રદેશ)માં ડૂબીને મૃત્યુ પામેલા બે ભાઇઓના મૃતદેહોને એર સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં આખી રાત નમકમાં દબાવીને રાખવાનો મામલો સામે આવ્યો છે.

         રિપોર્ટ મુજબ આવું સોશ્યલ મીડિયાના એક અંધવિશ્વાસ ભરેલા મેસેજને લઇ કરવામાં આવેલ. ડોકટરોએ બતાવ્યું કે ગ્રામજનોની ભીડના દબાવને લઇ તે આ ઘટનાને રોકી શકયા ન હતા. ડોકટરોએ પહેલા જ બન્નેમે મૃત જાહેર કરી દીધા હતા.

(11:02 pm IST)