મુખ્ય સમાચાર
News of Tuesday, 20th August 2019

SBI દ્વારા સસ્તા લોનની ઓફર : તહેવાર પર લાભ

મોટી ઘોષણાઓનો સિલસિલો

મુંબઈ, તા. ૨૦ : એસબીઆઈએ મોટી ઘોષણાઓથી પોતાના ગ્રાહકો માટે તહેવારની સિઝનની શરૂઆત કરી દીધી છે. સસ્તા હોમ લોન, કાર લોનની સાથે સાથે દેશની સૌથી મોટી સરકારી બેંકે પર્સનલ લોનની ચુકવણી માટે વધારે સમય આપવાની જાહેરાત કરી છે. બેંકે આજે આ અંગેની જાહેરાતો કરી હતી. ગ્રાહકો સસ્તા લોનની સાથે સાથે પ્રોસેસિંગ ફી, ફીમાં છુટછાટ, પહેલાથી જ મંજુર ડિજિટલ લોનનો લાભ લઇ શકશે.

     આ તમામ ઓફરોની શરૂઆત થઇ ચુકી છે. ઓફરો ક્યાં સુધી રહેશે તે અંગેની જાહેરાત હાલમાં કરવામાં આવી નથી પરંતુ બેંકે તહેવારની સિઝનમાં કાર લોન ઉપર પ્રોસેસિંગ ફીને માફ કરી દીધી છે. બેંક લઘુત્તમ વ્યાજ પર ગ્રાહકોને કાર લોન આપે છે જેની શરૂઆત ૮.૭૦ ટકાથી છે. એસ્કેલેશન ચાર્જ પણ રહેશે નહીં.

(7:54 pm IST)