મુખ્ય સમાચાર
News of Tuesday, 20th August 2019

દિલ્હીની નેશનલનો લો યુનિ.ની ટોપર વિદ્યાર્થીની દિક્ષાંત સમારોહમાં ન પહોંચી

સીજેઆઈ પાસેથી મેડલ ન લેવાનું નકકી કરેલ

નવીદિલ્હીઃ નેશનલ લો યુનિર્વસીટી દિલ્હીની ટોપર સુરભી કારવાને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ દીક્ષાંત સમારોહમાં ગોલ્ડ મેડલ એનાયત કરવાના હતા. પણ સુરભી કાર્યક્રમમાં ગઈ ન હતી. કેમ કે ગોગાઈ ઉપર એક મહિલા યૌન શોષણનો આરોપ લગાડી ચૂકી છે. સુરભીએ જણાવેલ કે મને લાગે છે કે સુપ્રીમ કોર્ટે યોન ઉત્પીડન મામલે મુખ્ય ન્યાયાધીશને જેવી રીતે કલીન ચીટ આપીતે ન્યાય સંગત નો'તી. જેને લઈને હું અસહજ બની ગઈ હતી અને તેમના હાથે મેડલ ન લેવાનું નકકી કરેલ. એવોર્ડ લેવો એક સન્માન છે. ગોલ્ડ મેડલ માટે સીલેકશન થવું જ મોટી વાત છે ન કે કોઈ વ્યકિત દ્વારા તે મેળવવું.

(3:59 pm IST)