મુખ્ય સમાચાર
News of Tuesday, 20th August 2019

મમતા કચકચાવી મેદાનમા ઉતર્યા :પોતાના રાજયના લોકોને રૂબરૂ મળવાનો પ્લાન બનાવ્યો

કોલકતાઃલોકસભામાં મળેલી જોરદાર હાર પછી પશ્વિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ લોકોને મળવાનો પ્લાન બનાવ્યો છે આ શ્રૃંખલામાં તે આજે હાવડામાંથી થવાની પ્રશાસનિક મીટીગ શરૂ થાય તે પહેલા હરિજન વસ્તીના લોકોને મળવા પહોચ્યાં હતા ત્યાં પહોચીને તે લોકોને મળ્યા અને તેેમની સાથે વાતચીત  કરી હતી. ત્યાં પહોંચ્યા પછી મુખ્યપ્રધાન ને ખબર પડી કે આ હરિજન વસ્તીમાં ૪૦૦ ઘર છે , જેમાં કુલ ૧૦૦૦ થી પણ વધારે લોકો રહે છે અને તેમની વચ્ચે ફકત બે બાથરૂમ છે.

મુખ્યપ્રધાને લોકોને પુછયું કે કેટલા લોકોને રાશન મળે છે. કેટલાક લોકોએ જણાવ્યું કે અમારી પાસે રાશનકાર્ડ જ નથી તો રાશન કયાંથી મળે ત્યાર પછી મુુખ્યપ્રધાને અધિકારીઓને આદેશ આપતા કહ્યું કે આ લોકોને તાત્કાલિક રાશનકાર્ડ બનાવી દેવામાં આવે. ત્યાર પછી મમતા બેનર્જી પોતાની પ્રશાસનિક મીટીંગમાં ગયા હતા.

જ્યાં તેમણે ૪૦૦ ઘર વચ્ચે બે બાથરૂમ હોવા અંગે અધિકારીઓને સવાલો પુછયા હતા. તેમણે અધિકારીઓને કહ્યું કે તમારા ઘરમાં જો આવી સ્થિતિ હોય તો કેવું લાગશે.સાથે જ તેમણે હાવડા જીલ્લાની નગરપાલીકા અને પ્રશાસનને આદેશ આપતા કહ્યું કે સાત દિવસમાં આખા મ્યુનીસીપાલીટી વિસ્તાર ફરીને,જે વસ્તી ઓમાં આવી સ્થિતી હોય તેની માહિતી મેળવો.

જીલ્લામાં પીવાના પાણીની સમસ્યા અને ગંદકી જોઇને મુખ્યપ્રધાને પુછયું હતું કે આટલા પૈસા આપવા છતાં પણ આવી પરિસ્થિતી કેમ છે?

(3:06 pm IST)