મુખ્ય સમાચાર
News of Tuesday, 20th August 2019

સલ્ફર ડાયોક્સાઈડ નામના ઝેરી વાયુનું ઉત્યાદન કરવામાં ભારત વિશ્વમાં પ્રથમ

દુનિયાનો 15 ટકા સલ્ફર ભારત દ્વારા હવામાં ફેલાવાય છે :ગુજરાતનો પણ સમાવેશ

નવી દિલ્હી :હવામાં પ્રદૂષણમાં મહત્વની ભૂમિકા ભજવનાર સલ્ફર ડાયોક્સાઈડ નામના ઝેરી વાયુનું ઉત્પાદન કરનારા દેશોમાં ભારત પ્રથમ સ્થાને છે તેમ  આંતરરાષ્ટ્રીય પર્યાવરણ સંસ્થા ગ્રીનપિસે સલ્ફર ડાયોક્સાઈડના પ્રદૂષણ અંગે એક 39 પાનાનો તૈયાર કરેલ અહેવાલમાં જણવ્યું છે

  અહેવાલ મુજબ દુનિયામાં જેટલો સલ્ફર ઠલવાય છે તેમાનો 15 ટકા સલ્ફર ભારત દ્વારા હવામાં ફાલવવામાં આવે છે. ભારતમાં સલ્ફરનું ઉત્પાદનનું મુખ્ય કારણ પાવર પ્લાન્ટમાં વપરાતો કોલસો છે. કોલસા સિવાય ઉદ્યોગો દ્વાર જે વાયુનું પ્રદૂષણ કરવામાં આવે છે તેમા પણ સલ્ફરનું પ્રમાણ વધારે હોય છે

  . રેલવે એન્જિન, દરિયામાં ચાલતા જહાજ અને કાચી ધાતુ ગાળતી ભઠ્ઠી સલ્ફરના મુખ્ય ઉત્પાદકો છે. દેશમાં સલ્ફર ડાયોક્સાઈડ પેદા કરનારા સ્થળોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે.

સૌથી મોટા પ્રદૂષક

(1:42 pm IST)