મુખ્ય સમાચાર
News of Tuesday, 20th August 2019

પૂર્વ પી એમ રાજીવગાંધીની ૭૫મી જયંતીઃ પીએમ મોદીએ આપી શ્રધ્ધાંજલી

રાહુલ-સોનીયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રાજીવ ગાંધીની સમાધિએ પહોંચ્યા

નવી દિલ્હી, તા.૨૦: આજે દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ૭૫મી જન્મ જયંતિ છે. દિલ્હીમાં આવેલ તેમની સમાધી વીર ભૂમિ પર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને રાજીવ ગાંધીના પત્નિ સોનિય ગાંધીએ શ્રદ્ઘાંજલિ આપી. તેમની સાથે પુત્ર રાહુલ ગાંધી, દિકરી પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાએ પણ રાજીવ ગાંધીને શ્રદ્ઘાંજલિ આપી હતી.

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્ન પ્રણવ મુખર્જીએ પણ રાજીવ ગાંધીને ૭૫મી જન્મજયંતિ પર શ્રદ્ઘાંજલિ આપી હતી. આ અવસર પર ગુલાબ નબી આઝાદ, ભૂપિન્દર હુડ્ડા અને અહેમદ પટેલ સહિત કોંગ્રેસ નેતાઓ રાજીવ ગાંધીની સમાધિ પહોંચ્યા હતા.ઙ્ગ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ટવિટ કરી પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને શ્રદ્ઘાંજલિ આપી. પીએમ મોદીએ ટવિટ કરી જણાવ્યું હતું કે આપણા પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ઘાંજલિ.ઙ્ગ

ઙ્ગપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ સમાધિ જઇ પૂર્વ પીએમ રાજીવ ગાંધીને શ્રદ્ઘાંજલિ આપી. રાજીવ ગાંધીની જન્મ જંયતિ પર કોંગ્રેસ દ્વારા દેશભરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજીવ ગાંધીની જન્મજંયતીની ઉજવણીને લઇને કોંગ્રેસ પ્રદેશ કાર્યલાયો ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જયારે ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરો રાજયભરમાં વૃક્ષારોપણ કરશે. આ સાથે રાજીવ ગાંધીએ કરેલા કાર્યોનો પ્રચાર પણ કરવામાં આવશે.(૨૩.૭)

 

(12:15 pm IST)