મુખ્ય સમાચાર
News of Tuesday, 20th August 2019

૨૨મીએ ગુરૂવારે રાજ ઠાકરેને ઇડી સમક્ષ હાજર થવા આદેશ સામે થાણે બંધનું એલાન

મુંબઇઃ એમએનએસના અધ્યક્ષ શ્રી રાજ ઠાકરેને એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ-ઇડીએ ગુરૂવાર તા.૨૨ના રોજ ''સીટીએનએલ'' કર્જ સંબધીત પુછતાછ માટે નોટીસ મોકલી હાજર થવા આદેશ આપ્યો છે.

ગઇકાલે ઇડીએ શીવસેનાના ધરખમ ગજાના નેતા શ્રી મનોહર જોશીના પુત્ર શ્રી ઉન્મેષ જોષીની ૫-૬ કલાકથી વધુ પુછપરછ કરી હતી.

ઉન્મેષની કંપની સીટીએનએલને આઇએલએન્ડએફએસ કંપનીએ નાણા ધીર્યા હતા. જેને સીટીએનએલએ નાદાર કરી દીધેલ. શ્રી રાજ ઠાકરેએ એ જ વર્ષે તેના શેર વેચેલ.

દરમિયાન ભાજપ સરકારના મનસ્વી વર્તનના વિરોધમાં રાજ ઠાકરેના પક્ષે ગુરૂવારે થાણે બંધનું એલાન આપ્યું છે.

(12:07 pm IST)