મુખ્ય સમાચાર
News of Tuesday, 20th August 2019

હવે ઇન્ટરનેટ વિના ટ્રેનના PNR અને રનિંગ સ્ટેટ્સ જાણી શકાશે

SMS ORGANIZER નામની એપ થકી મુસાફરોને ટ્રેનને લગતી વિગત મળી જશે.

મુંબઇ તા ૨૦  :  રેલ્વે તંત્રે માઇક્રોસોફટની મદદથી મુસાફરોની સુવિધા માટે એક એપ્સ તૈયાર કરી છે.આ એપ્સ થકી મુસાફરો ઇન્ટરનેટની સુવિધા વગર પણ ટ્રેનના PNR અને રનિંગ સ્ટેટ્સ વિશે માહીતી મેળવી શકશે. ટ્રેન કયા રેલ્વે સ્ટેશન પર પહોંચી તેનું લાઇવ સ્ટેટ્સ યાત્રીઓ ઘરે બેઠા બેઠા ઇન્ટરનેટ વગર પણ જાણી શકશે. એટલું જ નહીં SMS ORGANIZER નામની એપ ટ્રેન કેન્સલ થઇ હોય તો ટ્રેન ઉપડવાના બે દિવસ પહેલા જ ટ્રેનને લગતી તમામ માહીતી દર્શાવી દે છે.

ટ્રેનનું લાઇવ સ્ટેટ્સ પીએનઆર નંબર કન્ફર્મ થયો કે નહીં તે જાણવા માટે આમ તો ઘણી સાઇટ અને એપ છે. રેલ્વેના સાઇટ પરથી પણ આ વિગત જાણી શકાય છે. પરંતુ રેલ્વેતંત્રે માઇક્રોસોફટ સાથે મળીને SMS ORGANIZER નામની એપ તૈયાર કરી છે. આ એપ દ્વારા મુસાફરોને ઇન્ટરનેટની સુવિધા વગર ટ્રેન અંગેની કોઇપણ માહીતી આંગળીના ટેરવે મળી જાય છે. ખાસ કરીને PNR સ્ટેટ્સ અને રનિંગ ટ્રેન વિશેની માહીતી યાત્રીઓ સરળતાથી મેળવી શકશે. આ ઉપરાંત આ એપ યાત્રીઓને તેમની યાત્રાની વિગત સંદર્ભે એલર્ટ પણ આપે છે. યાત્રી આ એપમાં મુસાફરીની તારીખ, ટ્રેન નંબર, બોર્ડિગ સ્ટેશન સહિતની વિગત નાખીં દે તો સમયાન્તરે એપ યાત્રીને મુસાફરીની તારીખ અને સમય બાબતે એલર્ટ મોકલી આપે છે. આ ઉપરાંત યાત્રીઓ એપ થકી એડવાન્સમાં ફુડ પણ બુક કરાવી શકે છે. અલગ અલગ સ્ટેશનો પર મળતાં ભોજન અને વાનગીઓ બાબતે એપમાં માહીતી સ્ટોર છે. તેથી યાત્રીઓ જે તે રેલ્વે સ્ટેશન પશ્ર પોતાના અનુકુળ સમયે પોતાની મનપસંદ વાનગીઓ ઓર્ડર કરી હકે છે. મુસાફરોને તમામ પ્રકારની સુવિધા મળી રહે છે એ હેતુસર રેલ્વે દ્વારા સમગ્ર સિસ્ટમ અપગ્રેડ કરવામાં આવી રહી છે.

(11:31 am IST)