મુખ્ય સમાચાર
News of Tuesday, 20th August 2019

પીએમ મોદીએ કરી ડોનાલ્ડ ટ્રેમ્પ સાથે ટેલિફોનિક વાતચીત

લગભગ 30 મિનિટની ચર્ચામાં દ્વિપક્ષીય સબંધો અને આંતરિક સહયોગ સહીત પાકિસ્તાન સાથેના તણાવની ચર્ચા

 

નવી દિલ્હીઃ પીએમ મોદીએ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રન્પ સાથે સોમવારે ટેલિફોનિક વાત કરી. વાતચીત લગભગ 30 મિનિટ સુધી ચાલી. બંને વચ્ચે દ્વિપક્ષીય સંબંધો અને આંતરીક સહયોગને લઈ ચર્ચા થઈ. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સાથે ચાલી રહેલ તણાવની વચ્ચે વાતચીત થઈ છે. ભારતે જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન અકળાયું છે. તે મુદ્દાને યૂએન સુધી લઈ ગયું. જો કે તેમાં પણ પાકિસ્તાનને હાથે માત્ર નિષ્ફળતા સાંપડી હતી

સરકારે જણાવ્યું કે બંને નેતાઓ વચ્ચે ગર્મજોશી ભરી અને સૌહાર્દપૂર્ણ રીતે વાતચીત થઈ છે. વાતચીતમાં દ્વિપક્ષીય, ક્ષેત્રીય મામલા પણ સામેલ હતા. પીએમ મોદીએ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પને પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું કે કેટલાક નેતાઓ દ્વારા ભારત વિરુદ્ધ ભડકાઉ નિવેદનો કરવામાં આવી રહ્યાં છે, જે ક્ષેત્રીય શાંતિ માટે લાભકારી નથી. દરમિયાન પીએમ મોદીએ આતંકવાદ અને હિંસા મુક્ત માહોલ બનાવવા અને સીમાપારથી આતંકવાદ પર રોક લગાવવાના મહત્વને પણ રેખાંકિત કર્યું.હતું

(12:00 am IST)