મુખ્ય સમાચાર
News of Tuesday, 20th August 2019

ફ્રોડ માટેની સજા હળવી કરવા માટેની હિલચાલ

કોર્પોરેટ મંત્રાલય દ્વારા વિચારણા

નવીદિલ્હી, તા. ૧૯ : કંપની એક્ટ હેઠળ ફ્રોડ માટે સજાને હળવી કરવાના ઇરાદા સાથે કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા સેક્શન ૬૫માં રહેલા અપરાધિકરણ પાસાને પરત ખેંચવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. ૬૫ સેક્શનમાં ગુનાઓને સ્વરુપમાં ગંભીરરીતે ગણવામાં આવી રહ્યા નથી. જાણકાર અધિકારીઓ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા આને લઇને સંબંધિત નિષ્ણાતો સાથે વાતચીત પણ શરૂ કરી છે.

     તેના કહેવા મુજબ આ પ્રકારના અપરાધમાં દૂરગામી પરિણામો ગંભીર પ્રકારના મળતા રહે છે જેનો હેતુ કાયદામાં રહેલો નથી. નામ જાહેર નહીં કરવાની શરતે સરકારી અધિકારીએ કહ્યું છે કે, હાલમાં આ ગુના હેઠળ સજામાં જેલની સજાની સાથે સાથે દંડની જોગવાઈ રહેલી છે. કેટલાક કેસમાં દંડ અને જેલની સજા બંને લાગૂ થાય છે. સરકાર દ્વારા હવે આમા ફેરફાર કરવામાં આવનાર છે.

(12:00 am IST)