મુખ્ય સમાચાર
News of Monday, 20th August 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

મૈત્રી-Friendship

 પાઇથાગોરસ કહે છેઃ

તમે મિત્રની પસંદગી કરો તો એવા મિત્રને પસંદ કરો કે,

જે ગુણિયલ હોય, તેની મૃદુ સલાહને માન આપો,

તેની જિંદગીનો લાભ લો અને,

સાવ નજીવા કારણોસર તેને કદી છોડી ન દો,

તમે તમારા માતાની, પિતાની કે પરિવારની પસંદગી કરી શકતા નથી.

પણ તમે મિત્રની પસંદગી કરી શકો છો,

તમારી પત્ની કે પતિની પસંદગી જરૂર કરી શકો છો,

પતિ અને પત્ની એ મિત્રનું વિસ્તરણ છે.

એવી વ્યકિતને પસંદ કરો કે જેનામાં ગરિમા હોય,

પુષ્પની જેમ જે ખીલી રહી હોય અને

તેની આસપાસ ગુણોની આભા હોય અને

જેની આસપાસ સદ્દગુણોનું એક ઉર્જા-ક્ષેત્ર હોય,

સદ્દગુણ એટલે જેના સંસર્ગમાં તમને સહસા અત્યંત સ્વસ્થતાનો એહસાસ થવા માંડે, જેના સંસર્ગમાં, જેના સ્પંદનોમાં,

તમારામાં નર્તનનો થનગનાટ થવા માંડે અને

જેની ઉપસ્થિતિ તમને,

ઉંચે ને ઉંચી વિહાર કરવામાં સહાયભૂત થાય.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:43 am IST)