મુખ્ય સમાચાર
News of Saturday, 20th July 2019

સેંકડો વિદેશીઓને ગુરકાનુની રીતે યૂએસ પહોચાડવા પર ભારતીય મૂળની મહિલાને જેલની સજા

        ભારતીય મૂળની પ૧ વર્ષની હેમા પટેલને સેંકડો વિદેશીઓ ખાસ કરીને ભારતીયોને ગુરકાનુની રીતે અમેરીકા પહોંચાડવાના આરોપમા ત્રણ વર્ષની જેલની સજા પડી છે.

 

         કોર્ટએ એમની ર૪૮ કરોડથી વધારેની સંપતિ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. હેમાએ આર્થીક ફાયદા માટે આ કામ કરવાની વાત ગયા વર્ષે જુનમાં સ્વીકારી હતી.

(11:59 pm IST)