મુખ્ય સમાચાર
News of Saturday, 20th July 2019

''બાય અમેરિકન, હાયર અમેરિકન'': H-1B વીઝા ધરાવતા વિદેશીઓના જીવનસાથીને કામ કરવાનો અધિકાર આપતા H-4 વીઝા નાબુદ કરવાની ટ્રમ્પની મેલી મુરાદઃ સૌથી વધુ અસર ભારતીય પરિવારોને થશેઃ SAAPRIનો સર્વે

વોશીંગ્ટનઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ''બાય એમરિકન, હાયર અમેરિકન'' નીતિના કારણે H-4 વીઝા ધરાવતા સાઉથ એશિઅન પ્રજાજનોને થનારી અસર પૈકી સૌથી વધુ ભારતીયોને થશે તેવું 'સાઉથ એશિઅન અમેરિકન પોલીસી એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટના ૧૬ જુલાઇના સર્વેમાં જાણવા મળ્યું છે.

પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાએ ૨૦૧૫ની સાલમાં H-1B વીઝા ધરાવતા વિદેશી મૂળના લોકોના જીવનસાથીને પણ કામ કરવાનો અધિકાર આપતા H-4 વીઝા શરૂ કર્યા હતા. જેના પરિણામે સૌથી વધુ ભારતીય પરિવારોને લાભ મળ્યો છે. મોટાભાગના H-1B વીઝાધારકોના જીવનસાથી ભારતીય મહિલાઓ છે. આ H-4 વીઝા ધરાવતા તથા શિક્ષણ, આરોગ્ય સહિત જુદા જુદા ક્ષેત્રે મહત્વનું યોગદાન આપી રહેલા ૯૦ હજાર જેટલા વીઝાધારકોમાં મોટાભાગની મહિલાઓ છે.

જે પૈકી ૯૩ ટકા ભારતીય મુળની છે. તેમના માટે H-4 વીઝા નાબૂદ કરવાનું ટ્રમ્પનું પગલું સૌથી વધુ નુકશાન કારક નિવડી શકે છે. તેવું SAAPRIના સર્વેમાં જણાવા મળ્યું છે.

(9:45 pm IST)