મુખ્ય સમાચાર
News of Saturday, 20th July 2019

મહિલાએ આપ્યો ત્રણ માથાં ધરાવતા બાળકને જન્મઃ થઈ છે નોર્મલ ડિલિવરી!

લખનઉ :  તા.૨૦: યુપીમાં એક મહિલાએ ત્રણ માથાં ધરાવતા બાળકને જન્મ આપ્યો છે. નવાઈની વાત એ છે કે, આ મહિલાને નોર્મલ ડિલિવરી થઈ છે. ૧૧ જુલાઈએ ફુલિયામાં એક મહિલાને લેબર પેઈન ઉપડ્યા બાદ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જોકે, મહિલાએ જે બાળકને જન્મ આપ્યો તેને જોઈ તેના પરિવારજનો તેમજ ડોકટરો પણ ચોંકી ઉઠ્યા હતા.

મહિલાને અવતરેલી બાળકીની ખોપડીની પાછળ બે બીજા ચહેરા હોય તેવો આકાર છે. મહિલાની એક સંબંધીના જણાવ્યા અનુસાર, બાળકી કોઈ એલિયન જેવી લાગી રહી છે. ડોકટરોનું કહેવું છે કે, બાળકીની મેડિકલ સ્થિતિ જાણવા માટે તેનો એમઆરઆઈ સ્કેન કરવામાં આવશે.

યુપીના ઈટાહની સરકારી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ રાજેશ ઠાકુરના જણાવ્યા અનુસાર, આવા કિસ્સા જવ્વલે જ જોવા મળતા હોય છે. બાળકીનું શરીર બિલકુલ સામાન્ય છે, બાળકીના માથાનો વધારાનો ભાગ જૂદો થઈ શકે તેમ છે કે નહીં તે એમઆરઆઈ કર્યા પછી જ ખબર પડશે. આવા કેસ આફ્રિકામાં સૌથી વધારે જોવા મળે છે.

એકસપર્ટ્સના જણાવ્યા અનુસાર, મેડિકલ સાયન્સમાં આ સ્થિતિને ચ્ઁણૂફૂષ્ટત્ર્ર્ીશ્રંણૂફૂશ્રફૂ તરીકે ઓળખવામા આવે છે. ગર્ભમાં રહેલા બાળકની ખોપરી બરાબર વિકસિત ન થવાથી બ્રેઈન ટિશ્યૂ અને અને તેની આસપાસનો ભાગ ખોપડીની બહાર વિકસે છે. આવી ખામી ધરાવતા બાળકોનો બચવાનો ચાન્સ ૫૫ ટકા રહે છે. જો તેની સાથે બીજા કોઈ કોમ્પ્લિકેશન હોય તો બચવાની શકયતા દ્યણી ઓછી થઈ જાય છે.

જો આવી ખામી ધરાવતું બાળક બચી પણ જાય તો પણ તેને આજીવન માનસિક તકલીફ રહે છે. હજુ માર્ચ ૨૦૧૯જ્રાક્નત્ન જ શેર-એ-કાશ્મિર હોસ્પિટલમાં બે માથા ધરાવતા બાળકની સફળતાપૂર્વક સર્જરી કરાઈ હતી.

(3:55 pm IST)