મુખ્ય સમાચાર
News of Saturday, 20th July 2019

ગૃહમંત્રાલય NRCને દેશભરમાં લાગુ કરવાની તૈયારીમાં

૧૯૬૪ ના કાયદામાં સુધારાના કારણે એનઆરસીને વ્યાપક બનાવાનો માર્ગ ખુલ્લો થયો

નવી દિલ્હી તા. ર૦ : આસામમાં રાષ્ટ્રીય નાગરીક રજીસ્ટરનું અંતિમ રૂપ જયાં પ્રગતિ પર છે. બીજીબાજુ ગૃહમંત્રાલય ગેરકાયદેસર રહેતા લોકોને દેશમાંથી નિર્વાસ્તિ કરવા માટે તેને દેશભરમાં લાગુ કરવા માગે કામ કરી રહ્યું છ.ે કેન્દ્ર સરકાર દ્વારા ૩૦ મીએ વિદેશી આદેશ, ૧૯૬૪ માં સંશોધન જાહેર કરવા બદલ એનઆરસીને વધુ વ્યાપક કરવાનો માર્ગ ખુલી રહ્યો છ.ે

સંશોધિત આદેશ રાજય સરકારો તથા કેન્દ્ર શાસ્તિ પ્રદેશોના જિલ્લા અધિકારીઓને ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓને ઓળખવા માટે ન્યાયાધિકરણ ગઠિત કરવાનો અધિકાર માત્ર કેન્દ્ર સરકારની પાસે હતી.

સુપ્રીમ કોર્ટની નિગરાનીમાં એનઆરસી પ્રક્રિયા દેશમાં સૌથી વધુ બારીકાઇથી જોવામાં આવતી પ્રક્રિયાઓમાંથી  હોય છે. કારણ કે તેની અંતિમ યાદી પ્રકાશિત થયા બાદ લાખો લોકો દેશના નાગરીક રહેશે નહિ.

એનઆરસીને ફકત આસામ નહિ પરંતુ રાષ્ટ્રવ્યાપી કરવા પર જોર આપીને ગૃહ મંત્રી અમિતશાહે રાજય સભામાં કહ્યું કે સરકાર સુનિશ્ચિત કરશે કે ભારતમાં રહેતા દરેક ગેરકાયદેસર શરણાર્થી આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ નિર્વાસિત કરવામાં આવે.

(3:32 pm IST)