મુખ્ય સમાચાર
News of Saturday, 20th July 2019

ઇન્સ્ટા એકાઉન્ટ હેક પણ કરી શકાતુ અને પાસવર્ડ રીસેટ પણ કરી શકાતો

ઇન્સ્ટાગ્રામમાં ધુસેલ 'બગ' શોધી કાઢનારને ૨૦ લાખનું ઇનામ

ઇન્સ્ટાગ્રામમાં સીરીયસ 'બગ' શોધી કાઢવા માટે ચેન્નાઇનો બાહોશ ટેકનીકલ યુવાન લક્ષ્મણ મુથૈયાએ જાહેર કરેલ ૩૦ હજાર ડોલર (૨૦ લાખ રૂા)નું ઇનામ જીતી ગયો છે. ઇન્સ્ટાગ્રામમાં એક એવુ બગ ઘુસી ગયું હતુ જેથી કોઇપણનું એકાઉન્ટ હેક કરી શકાતુ. અને ત્યાં સુધી કે એકાઉન્ટનો પાસવર્ડ પણ રીસેટ કરી શકાતો હતો. મુથૈયા એક સિકયોરીટી રિસર્ચર છે અને આ પહેલા પણ તેણે ફેસબુકના ડાટા ડીલીશન અને ડાટા ડીસ્કલોઝર બગને પણ પકડયું હતુ.

(3:30 pm IST)