મુખ્ય સમાચાર
News of Saturday, 20th July 2019

પાકિસ્તાન નહિ જવાની સજા ભોગવી રહ્યા છે

મોબિલિંચિગ મામલે આઝામખાનનું વિવાદાસ્પદ નિવેદન

 

 

નવી દિલ્હી, તા.૨૦:સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રામપુરથી સાંસદ આઝમ ખાને મોબ લિંચિંગની ઘટનાઓ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે આ સજા મુસલમાન વર્ષ ૧૯૪૭થી ભોગવી રહ્યા છે અને કંઇપણ થઇ જાય મુસલમાન તેનો સામનો કરશે. તેમણે કહ્યું કે મૌલાના આઝાદ, જવાહર લાલ નહેરુ, સરદાર પટેલ અને બાપૂએ મુસલમાનથી વાયદો કર્યો હતો એટલે મુસલમાન પાકિસ્તાન ગયા નથી.

આઝમ ખાને મીડિયાથી વાતચીત કરતા કહ્યું, મોબ લિંચિગનો દંડ મુસલમાન વર્ષ ૧૯૪૭ બાદથીજ ભોગવી રહ્યા છે. પરંતુ મુસલમાન તેનો સામનો કરશે. અમારા પૂર્વજો પાકિસ્તાન કેમ ન ગયા? આ મૌલાના આઝાદ, જવાહર લાલ નહેરુ, સરદાર પટેલ અને બાપૂથી પૂછો. તેમણે મુસલમાનથી વાયદો કર્યો હતો. જણાવી દઇએ કે હાલ આઝમ ખાન જમીન વિવાદને લઇને દ્યેરાયેલા છે. ઉત્ત્।ર પ્રદેશ સરકારે બે ડઝનથી પણ વધારે મામલામાં ફસાયેલા આઝમ ખાનને શ્નભૂ-માફિયાલૃના લિસ્ટમાં સામેલ કર્યા છે. રામપુર પ્રશાસને રાજય સરકારના એન્ટી-ભૂ માફિયા પોર્ટલ પર આઝમ ખાનને સૂચિબદ્ઘ કરી દીધા છે. તેમની ઉપર હવે ધરપકડની તલવાર લટકી રહી છે. બુધવારે રામપુરના પોલીસ સ્ટેશનમાં ૨૪ કલાકની અંદર આઝમ ખાન વિરુદ્ઘ આઠ અન્ય કેસ નોંધવામાં આવ્યા હતા.

આ પહેલા તેમની પર જમીન કબજાના મામલામાં પાંચ કેસ નોંધ્યા હતા. આઝમ ખાન પર અનેક કરોડ રૂપિયા જમીન પચાવી પાડવાના ૧૩ કેસ નોંધવામાં આવ્યા છે. આરોપ છે કે આઝમે જૌહર ટ્રસ્ટ દ્વારા સંચાલિત ખાનગી વિશ્વવિદ્યાલય મોહમ્મદ અલી જૌહર વિશ્વવિદ્યાલયના નિર્માણ માટે રામપુરમાં જમીનો પર ગેરકાયદેસર કબજો કર્યો છે.

રામપુર જિલ્લા પ્રશાસને અજીમ નગર પોલીસ સ્ટેશનમાં યુપીના રાજસ્વ વિભાગને ગત શુક્રવારે આઝમ અને તેમના સહયોગી અલેહસન ખાન નામના એક પૂર્વ પોલીસ અધિકારી વિરુદ્ઘ એફઆઇઆર નોંધી હતી. તે બાદ તેમના વિરુદ્ઘ એક ડઝનથી વધારે કેસ નોંધાયા છે. તેમના રાજકીય જીવનના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યા છે. ગત કેટલાક સમયમાં તેમના વિરુદ્ઘ ઘણા ક્રિમિનલ કેસ નોંધવામાં આવ્યા.

(3:30 pm IST)