મુખ્ય સમાચાર
News of Saturday, 20th July 2019

ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવશે : નવેમ્બર અથવા જાન્યુઆરીમાં મુલાકાતે લ્યે તેવી શકયતા

બંને દેશો વચ્ચે વ્યાપાર અને સંરક્ષણ ક્ષેત્રોના ગતિરોધ પર ચર્ચા થવા સંભાવના

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નવેમ્બર અથવા જાન્યુઆરીમાં ભારતના પ્રવાસે આવી શકે છે.તેમની આ યાત્રા માટે અમેરિકા અને ભારતના અધિકારીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે. ટ્રમ્પની ભારત યાત્રાની સત્ત્।ાવાર જાહેરાત ટુંકમાં થઈ શકે છે

 ટ્રમ્પની ભારત યાત્રા દરમિયાન વ્યાપાર અને સંરક્ષણ ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે ચાલી રહેલા ગતિરોધ પર ચર્ચા થઈ શકે છે. ટ્રંપની ભારત યાત્રા સંબંધિત ચર્ચા હાલ પ્રાથમિક તબક્કા પર છે. આ પહેલા રેલ ને વાણિજય પ્રધાન પિયુષ ગોયેલ અમેરિકા જશે.

 ટ્રમ્પની ભારત યાત્રાના સંકેત અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ પણ આપ્યા છે. તેમણે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી એક બેઠક કરશે. જેમાં વ્યાપાર અને સંરક્ષણ ક્ષેત્રના વિવાદિત મુદ્દાનો હલ કરવાનો પ્રયાસ કરશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ભારત અને અમેરિકા વચ્ચે રશિયાના એસ-૪૦૦ મિસાઈલ, વ્યાપાર ટેરિફ, ઈરાની તેલ આયાત જેવા મુદ્દા પર વિવાદ ચાલી રહ્યો છે.

(2:35 pm IST)