મુખ્ય સમાચાર
News of Saturday, 20th July 2019

જમ્મુ કાશ્મીરમાં બે વર્ષમાં સ્ત્રીઓ સામેની ગુનાખોરીમાં વધારો

૨૦૧૭માં ૩૩૬૩ કેસઃ ૨૦૧૮માં ૩૬૨૩ કેસ નોંધાયા

જમ્મુ, તા.૨૦: રાજયની ક્રાઇમ બ્રાંચ દ્વારા બહાર પાડવામાં આવેલ રિપોર્ટ અનુસાર જમ્મુ કાશ્મીરમાં સ્ત્રીઓ સામેના ગુનામાં વધારો થયો છે.

૨૦૧૭માં સ્ત્રીઓ સામેની ગુનાખોરીના ૩૩૬૩ કેસ પોલીસમાં નોંધાયા હતા જેમાં અપહરણ, બળાત્કાર, ફોસલાવીને ભગાડી જવી, છેડતી, દેહજ, પતિ દ્વારા મારપીટ અને અન્ય ગુનાઓ સામેલ હતા. ફ્રાઇમ બ્રાંચના છેલ્લા ક્રાઇમ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ગયા વર્ષે તેમાં ૨૬૦નો વધારો થયો હતો અને આબ કસોનો આંકડો ૩૬૨૩ પર પહોંચ્યો હતો.

રિપોર્ટ અનુસાર, ૨૦૧૮માં છેડતીના ૧૬૦૨ અને બળાત્કારના ૩૫૪ કેસ પોલિસમાં નોંધાયા હતા. જયારે બળાત્કારના ૩૧૪ કેસ નોંધવામાં આવ્યા હતા. જયારે અપહરણ અને ફોસલાવીને ભગાડી જવાના કેસમાં ૧૧૯નો વધારો થયો હતો કુલ આંકડો ૧૦૭૯ પર પહોંચ્યો હતો.

કાશ્મીરના બધા જીલ્લાઓમાંથી શ્રી નગરમાં સ્ત્રીઓ સામેની ગુનાખોરી સૌથી વધારે જોવા મળી હતી રિપોર્ટ અનુસાર આ પ્રકારના ગુનાઓ શ્રીનગરમાં ૫૦૦, જમ્મુમાં ૩૫૭ અને ત્યાર પછી બડગામમાં ૩૨૪ નોંધાયા હતા. બીજા જીલ્લાઓની સરખામણીમાં શ્રીનગરમાં છેડતી અને અપહરણના કેસ નોંધપાત્ર રીતે વધ્યા હતાં.

શ્રીનગર જીલ્લામાં પોલીસે ૨૬૬ કેસ છેડતીના અને ૧૧૭ કેસ અપહરણ ભગાડી જવાના નોંધ્યા હતા. જે બધા જીલ્લાઓની ૨૪૫ કેસ બારા મુલ્લા અને ૨૩૩ કેસ અનંત નાગમાં નોંધાયા હતા. જયારે રાજૌરીમાં ૧૮૨ કેસમાંથી ૬૨ છેડતીના અને ૨૯ બળાત્કારના ૪૯ અપહરણના અને ૩૫ કેસ પતિ અથવા તેના સગાઓ દ્વારા હિંસાના હતા.

(2:35 pm IST)