મુખ્ય સમાચાર
News of Saturday, 20th July 2019

૧ કિલો પ્લાસ્ટિકનો કચરો આપો અને ૧ ટંકનું ભોજન ફ્રી મેળવો

રાંચી, તા.૨૦: છત્તીસગઢના અંબિકાપુર શહેરની મ્યુનિસિપાલિટીએ શહેરને પ્લાસ્ટિકમુકત કરવાની અનોખી સ્કીમ તૈયાર કરી છે. પ્લાસ્ટિક અન્ય કચરા સાથે ભળી જાય છે ત્યારે એને રિસાઇકલ કરવાનું પણ મુશ્કેલ થઇ રહ્યું છે. એવામાં અંબિકાપુરમાં ગાર્બેજ કેફે શરૂ કરવામાં આવ્યું છે. એનાથી બેઘર અને ગરીબ લોકોના પેટનો ખાડો પણ પુરાય છે અને શહેરમાંથી કચરો પણ સાફ થાય છે. આ ગાર્બેજ કેફેમાં જે વ્યકિત એક કિલો પ્લાસ્ટિકનો કચરો લઇ આવે એને એક ટંકનું ભોજન અને ૫૦૦ ગ્રામ કચરો લાવનારને નાસ્તો મફતમાં આપવામાં આવશે. હાલમાં ઇન્દોર પછી અંબિકાપુર એ દેશનું બીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેર છે. આ શહેરને પ્લાસ્ટિકમુકત કરવા માટે સુધરાઇએ અનેક હટકે વિકલ્પો અપનાવ્યા છે. અહીં આઠ લાખ પ્લાસ્ટિક બેગોમાં ડામરનું મિશ્રણ કરીને પ્લાસ્ટિકનો રોડ પણ બનાવવામાં આવ્યો છે. શહેરના મેયર અજય તિરકેનું કહેવું છે કે આ કેફેને શરૂઆતથી જ બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.

(1:16 pm IST)