મુખ્ય સમાચાર
News of Saturday, 20th July 2019

કાશ્મીરી ''સાબર''માં નર-માદા રેશિયો ચિંતાજનક હદે નીચા સ્તરેઃ દર સો માદાએ ૧૫ નર સાબરો

વાઇલ્ડ લાઇફ પ્રેટેકશન વિભાગ દ્વારા કરાયેલ વસ્તી ગણત્રીમ થયો ખુલાસો

જમ્મુ, તા.૨૦: કાશ્મીરમાં લુપ્ત થઇ રહેલ ''સાબર''ની વસ્તીગણત્રીમાં જાણવા મળ્યું છે કે તેમનો નર માદા અને માતા-બચ્ચાનો રેશીયો ચિંતાજનક રીતે ઘટીને અત્યાર સુધીના સૌથી નીચાસ્થાને પહોંચી ગયો છે.

રાજયના વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન વિભાગ દ્વારા આ વસ્તી ગણત્રી કરવામાં આવી હતી. જો,કે આ ગણત્રીમાં જાણવા મળ્યું હતું કે ૨૦૧૭માં ૨૧૪ની સરખામણીએ તેની સંખ્યા વધીને આ વર્ષે ૨૩૭ પર પહોંચી છે.

ગણત્રીના તારણ અનુસાર દર ૧૦૦ માદાએ ૧૫.૫ નર અને દર ૧૦૦ માદાએ ૭.૫ બચ્ચા હતા. આ આંકડો ચેતવણી સૂચક છે.

પોતાના ૧૧થી૧૫ અણીવાળા શીંગડા માટે પ્રખ્યાત કાશ્મીરી સાબરો કાશ્મીરના પહાડોમાં ફેલાયેલા હતા. ૨૦મી સદીની શરૂઆતમાં તેની સંખ્યા ૩૦૦૦થી ૫૦૦૦ ધારવામાં આવી હતી. પણ ૧૯૪૭માં તેની વસ્તી ઘટીને ૧૦૦૦થી ૨૦૦૦ જેવી થઇ ગઇ હતી. ત્યાર પછી તેમાં નોંધપાત્ર ધટાડો થવાનું મુખ્ય કારણ શિકાર ગણવામાં આવે છે.

સાબર જમ્મુ કાશ્મીર રાજયનું પાણી જાહેર કરાયું છે ગયા વર્ષે પર્યાવરણ અને જંગલ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા અનુસાર લુપ્ત થવાના આરે પહોંચેલી ૧૦ પ્રજાતિઓમાં કાશ્મીરી સાબર પણ સામેલ છે. આ કારણથી પણ તેની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે.

(2:14 pm IST)