મુખ્ય સમાચાર
News of Saturday, 20th July 2019

તામિલનાડુમાં NIA નો સપાટોઃ દેશ વિરોધી પ્રવૃતિમાં સામેલ ૧૬ને ઉપાડી લીધા

એકવાર ફરી ભારત વિરૂદ્ધ નાપાક ષડયંત્ર રચનારાઓની કોશિશને નિષ્ફળ બનાવી

નવી દિલ્હી તા. ર૦:  રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ એકવાર ફરીથી ભારત વિરુદ્ઘ નાપાક ષડયંત્રો રચનારાઓની કોશિશને નિષ્ફળ બનાવી છે. NIA આજે અંસારુલ્લા મામલામાં સૈયદ મોહમ્મદ બુખારીના ચેન્નાઈ સ્થિત નિવાસસ્થાન અને ઓફિસમાં દરોડા પાડ્યાં. NIA તેની સાથે જ હસન અલી યુનુસમરિકર અને હરિશ મોહમ્મદના તામિલનાડુના નાગાપટ્ટિનમ સ્થિત દ્યર ઉપર પણ દરોડા પાડ્યા હતાં. આ તમામ પ્રતિબંધિત સંગઠન સિમી પ્રત્યે ઢળેલા હતાં.ઙ્ગ શનિવારે સવારે એનઆઈએની ટીમે તામિલનાડુના મદુરાઈ, થેની, નેલાઈ સહિત અનેક વિસ્તારોમાં દરોડા પાડ્યાં અને ૧૬ લોકોની ધરપકડ કરી. એનઆઈએએ તેમના વિરુદ્ઘ અંસારુલ્લા નામનું આતંકી સંગઠન બનાવીને ભારત સરકાર વિરુદ્ઘ યુદ્ઘ છેડવાનું કાવતરું દ્યડવાનો કેસ નોંધ્યો હતો.

૧૬ લોકોની ધરપકડ બાદ NIA ઙ્ગતરફથી આવેલા અધિકૃત નિવેદનમાં કહેવાયું છે કે આ તમામ લોકો ભારતમાં આતંકી હુમલો કરવાનું કાવતરું દ્યડી રહ્યાં હતાં. NIAની  ટીમે દાવો કર્યો છે કે  આ બધા આતંકી હુમલાઓ માટે કેટલાક વધુ લોકોને સાંકળવા માંગતા હતાં. આ સાથે જ તેઓ હુમલા માટે લોકોને વિસ્ફોટક, ઝેર, ચાકૂ અને ગાડીઓની ટ્રેનિંગ પણ આપી રહ્યાં હતાં.

(1:12 pm IST)