મુખ્ય સમાચાર
News of Saturday, 20th July 2019

યોગી સરકાર ઝૂકી :ચુનારમાં પીડિત પરિવાર સાથે મુલાકાત કરી: પ્રિયંકા ગાંધી ભાવુક થયા

પોલીસે માત્રે બે પીડિત પરિવાર સાથે મુલાકાત કરવા દીધી

ઉત્તર પ્રદેશના સોનભદ્રના પીડિત પરિવાર સાથે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મુલાકાતની કરેલી માગ સામે યોગી સરકાર ઝુકી છે. પ્રિયંકા ગાંધીએ ચુનારમાં પીડિત પરિવાર સાથે મુલાકાત કરી. જે દરમ્યાન પ્રિયંકા ગાંધી ભાવુક થયા હતા.

 પ્રિયંકા ગાંધીનો આરોપ છે કે, પોલીસે માત્રે બે પીડિત પરિવાર સાથે મુલાકાત કરવા દીધી. બાકી પીડિતોને અંદર આવવા ન દીધા. પ્રિયંકા ગાંધીને ૧૫ પીડિત પરિવારના સભ્યો મુલાકાત માટે આવ્યા હતા 

(11:50 am IST)