મુખ્ય સમાચાર
News of Saturday, 20th July 2019

રાજયસભામાં NDA બહુમતી મેળવવાની તૈયારીમાં

વધુ ૬ સાંસદો ભાજપમાં જોડાવા માટે તૈયાર

નવી દિલ્હી તા. ર૦ : રાજ્ય સભામાં બહુમતીના આંકડાથી માત્ર પાંચ સભ્યો દુર એનડીએ સરકારની તકલીફ બહુ જલ્દી સમાપ્ત થવાની છે પક્ષના સુત્રો અનુસાર સપા સાંસદ નીરજ શેખરની જેમ જ અન્ય પક્ષોના ઓછામાં ઓછા ૬ સાંસદો રાજ્યસભામાંથી રાજીનામુ આપીને ભાજપામાંં જોડાઇ શકે છે જેમાંથી ૪ સાંસદો ઉત્તર પ્રદેશના જ છ.ે આ લોકોના જોડાયા પછી સરકારને રાજ્યસભામાં ત્રણ તલાક જેવા મહત્વપૂર્ણ ખરડાઓ પસાર કરાવવા બીજા પક્ષો તરફ નહી જોવું પડે.

રાજ્યસભામાં રાજીનામું આપવાનું ઇચ્છતા મોટા ભાગના સાંસદોએ છે જેનો કાર્યકાળ એપ્રિલ ર૦ર૦માં પુરો થાય છે. આ સાંસદોની વાતચીત ભાજપાની ટોચની નેતાગીરી સાથે થઇ ચુકી છે. આમાં બેય પક્ષોને ફાયદો છે. રાજીનામુ આપીને ભાજપામાં જોડાનાર સાંસદોને છ વર્ષનો વધુ એક કાર્યકાળ મળશે તો ભાજપાને રાજ્યસભામાં બહુમતી મળી જશે.

ગયા મહીને રાજ્યસભાની ૬ બેઠકો પર પેટાચુંટણી થઇ હતી જેમાંથી એનડીએને ૩ અને બીજદને ત્રણ બેઠકો મળી હતી. આ ઉપરાંત તેલુગુ દેશમ પક્ષના ચાર રાજ્યસભાના સાંસદો પણ છોડીને ભાજપામાં સામેલ થયા છે. ત્યાર પછી એનડીએ બહુમતી આંકડાની નજીક પહોંચી ગયું છે.

અત્યારે રાજ્યસભામાં પાંચ બેઠકો ખાલી છે. જેમાંથી એનડીએ ત્રણ બેઠકો મળવાનું પાકુ છે. જો બે ત્રણ વધારે રાજીનામા આવે તો આગામી એક દોઢ મહીનામાં જ પેટાચુંટણી થયા પછી એનડીએને બહુમતી મળી જશે.

(11:32 am IST)