મુખ્ય સમાચાર
News of Saturday, 20th July 2019

અખાતમાં વધતુ ટેન્શન

ઇરાને જપ્ત કર્યુ બ્રિટીશ ઓઇલ ટેન્કર : ર૩ ક્રુ મેમ્બરમાં છ ભારતીયો

લંડન, તા. ર૦ : ઇરાને દાવો કર્યો છે કે તેણે સ્ટેટ ઓફ હોર્મુજમાં બ્રિટીશ ઓઇલ ટેન્કરને જપ્ત કર્યુ છે.

આ દ્યટના બાદ પશ્યિમી દેશો અને ઇરાનની વચ્ચે તણાવ વધી ગયો છે. જે કંપનીનું ટેન્કર જપ્ત થયું, તેને નિવેદન રજૂ કરીને કહ્યું કે ઇરાને રિવોલ્યુશનરી ગાર્ડસે યુકેના ઝંડા વાળા 'સ્ટેના ઇમપેરો'ને આંતરરાષ્ટ્રીય સરહદમાં જ હેલિકોપ્ટર્સ અને ચાર શિપ્સની મદદથી દ્યેર્યંુ અને પછી પોતાના કબ્જામાં લઇ લીધું. ટેન્કરમાં કુલ ૨૩ ક્રૂ મેમ્બર્સ હતા. તેમાં ભારતીય, રૂસી, લાતવિયા અને ફિલિપાઇન્સના નાગરિક સામેલ છે.

ઇરાન રિવોલ્યુશનરી ગાર્ડ એ પોતાની વેબસાઇટ પર ટેન્કર જપ્ત કર્યાની માહિતી આપી દીધી છે. તેમાં કહ્યું છે કે શિપને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ કાયદાનું પાલન ન કરતાં જપ્ત કરાયું. શિપને ઇરાનના કોઇ બંદર પર જ રખાશે. જો કે બ્રિટિશ સરકાર અને શિપિંગ કંપની સાથે હજુ સુધી કોઇ સંપર્ક થઇ શકયો નથી.

આ બધાની વચ્ચે બ્રિટને આ મામલાને ગંભીરતાથી લેતા ઇરાનને ચેતવણી આપી દીધી છે. બ્રિટનના વિદેશ મંત્રી જેરેમી હંટ એ કહ્યું કે જો ઇરાન ટૂંક સમયમાં જ શિપને છોડશે નહીં તો તેને તેનું ગંભીર પરિણામ ભોગવવું પડશે. જો કે તેમણે આ મામલાને સૈન્ય રીતની જગ્યાએ ડિપ્લોમેટ દ્વારા ઉકેલવા પર જોર આપ્યું. હંટ એ કહ્યું કે ઇરાનમાં હાજર અમારા રાજદૂત સતત વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં છે.

બ્રિટિશ સરકારની ઇમરજન્સી કમિટી કોબરાએ આ દ્યટના પર ચર્ચા માટે મીટિંગ પણ બોલાવી. શિપિંગ કંપનીના પ્રવકતાઓએ શિપમાં સવાર ક્રૂ સલામત હોવાની વાત કહી છે. જો કે શિપની સંપૂર્ણ માહિતી હજુ સુધી પ્રાપ્ત કરી શકાઇ નથી.

યુકે અને ઇરાનની વચ્ચે તાણવા આ મહિનાની શરૂઆતમાં વધી ગયો હતો. બ્રિટિશ રોયલ મરીને યુરોપિયન કાયદો તોડવા માટે ઇરાનના એક ટેન્કર 'ગ્રેસ'ને જિબ્રાલ્ટરથી જપ્ત કરી લીધું હતું. કહ્યું હતું કે ટેન્કર સીરિયાથી તેલ લઇને જઇ રહ્યું હતું. ત્યારબાદ ઇરાને પણ બ્રિટનને તેના તેલ ટેન્કર જપ્ત કરવાની ધમકી આપી હતી. ૧૦ જુલાઇના રોજ કેટલાંક ઇરાની શિપે એક ટેન્કર જપ્ત કરવાની કોશિષ પણ કરી હતી, પરંતુ બ્રિટિશ વોરશિપ સાથે હોવાથી તે પાછળ પડી ગયું હતું. ઇરાને બાદમાં આવી કોઇપણ કોશિષનો ઇન્કાર કર્યો હતો.

(11:30 am IST)