News of Saturday, 20th July 2019
પીડિત પરિવારના આંસુ લુછવા એ ગુનો છે ? પ્રિયંકા ગાંધીએ ટ્વીટર પર શેર કર્યો વીડિયો
ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં નરસંહારની ઘટના અંગે પ્રિયંકા ગાંધીએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં પીડિત પરિવાર રડી રહ્યો છે. પ્રિયંકા ગાંધીએ ટ્વિટર પર લખ્યુ કે, પીડિત પરિવારના આંસુને લુછવા ગુનો છે ? પ્રિયંકા ગાંધી શુક્રવારે સોનભદ્ર જતા તેમને ચુનાર રોકવામાં આવ્યા અને ગેસ્ટહાઉસમાં લઈ જવામાં આવ્યા. જ્યા તેમણે ધરણા શરૂ કર્યા હતા.
(11:28 am IST)