મુખ્ય સમાચાર
News of Saturday, 20th July 2019

યુપી વિધાનસભામાં હવેથી તમામને અડધો ગ્લાસ જ પાણી અપાશે :તત્કાલ આ વ્યવસ્થા લાગુ કરવા અધ્યક્ષનો આદેશ

પાણીથી સંપૂર્ણ ભરેલા ગ્લાસના પાણીનો પુરેપુરો ઉપયોગ થઈ શકતો નથી

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ વિધાનસભામાં પાણી બચાવવા માટે એક નવી પહેલની શરૂઆત કરાઈ છે જે અંતર્ગત હવેથી અહીંયા તમામને અડધો ગ્લાસ પાણી આપવામા આવશે.

 

 વિધાનસભા અધ્યક્ષ હૃદય નારાયણ દીક્ષિતના નિર્દેશ પર પ્રમુખ સચિવ (વિધાનસભા) પ્રદીપ દુબેએ વિધાનસભા અને સચિવાલયમાં આ વ્યવસ્થાને તત્કાલિક પ્રભાવથી લાગૂ કરવાની વાત કરી છે

 .આ આદેશના જણાવ્યા પ્રમાણે પાણીથી સંપૂર્ણ ભરેલા ગ્લાસના પાણીનો પુરેપુરો ઉપયોગ થઈ શકતો નથી. શરૂઆત કે અંતમાં અડધો ગ્લાસ પાણી જ આપવામાં આવે. જરૂરિયાત પડવા પર ફરીથી પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે. તેનાથી જળ સંરક્ષણમાં મદદ મળશે.અગાઉ લખનઉમાં જ કિંગ જોર્જ મેડિકલ કોલેજ(કેજેએમયુ)માં આ પહેલ શરૂ કરવામાં આવી હતી.

 વિધાનસભાના એક અધિકારીએ જણાવ્યું કે, ''તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ 'મન કી બાત' માં આમ લોકોને જળ સંરક્ષણની અપીલ કરી હતી વિધાનસભા અધ્યક્ષે અડધો ગ્લાસ પાણી આપવાનો નિયમ બનાવ્યો છે.'

  અધિકારીએ જણાવ્યું કે, વર્ષ 2018માં નીતિ અયોગે કહ્યું હતું કે ભારત ઈતિહાસના સૌથી ભયાનક જળ સંકટનો સામનો કરી રહ્યું છે. 60 કરોડ જનતાને દરરોજ પાણીની સમસ્યાનો કરવો પડી રહ્યો છે. લગભગ 2 લાખ લોકો દર વર્ષે શુદ્ધ પાણી ન મળવાને કારણે મરી રહ્યાં છે. દેશના 75 ટકા મકાનોમાં પાણીનું વિતરણ નથી.એમ પણ કહેવાયું છે કે '2030 સુધીમાં પાણીની સમસ્યા વધુ વિકરાળ બનશે.

(11:23 am IST)