મહેબુબા મુફ્તીના પિતરાઈ ભાઈ પર આતંકી હુમલો ;સુરક્ષા ગાર્ડનું મોત
જમ્મુ ;આતંકીઓએ અનંતનાગ જિલ્લાના એક વિસ્તારમાં જમ્મુ કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીના પિતરાઈ ભાઈ સજજાદ હુસેન ના અંગરક્ષક પર આતંકીઓએ હુમલો કર્યો હતો જ્યાં દરેક સ્થળોએ અમરનાથ યાત્રિકો માટે સૈનિક તૈનાત હોવા છતાં આતંકીઓએ હુમલો કર્યો હતો
આતંકીઓએ સજ્જાદના અંગરક્ષક પર ત્યારે હુમલો કર્યો જયારે તે બિજબેહડા બેગ વિસ્તારની મસ્જીફમાં નમાજ પઢવા ગયો હતો સજ્જાદ આ હુમલામાં બચી ગયો પરંતુ મસ્જિદ બહાર ઉભેલો તેનો અંગરક્ષક માર્યો ગયો હતો
શહીદ પોલીસકર્મીની ઓળખ ફારૂક અહમદ રેશિ તરીકે થઇ છે ભાગતા ભાગતા આતંકીઓએ ગાર્ડની રાયફલ પણ પોતાની સાથે લઇ ગયા હતા
સજજાદ હુસેન તેના પિતા મુફ્તી મોહમ્મ્દ અમીન સાથે નમાજ એ જુમ્મા અદા કરવા ગયો હતો પિતા પુત્ર બંને મસ્જિદ અંદર નમાજ અદા કરતા હતા જયારે અંગરક્ષક અફરુક અહમદ રેશિ મસ્જિદ બહાર ઉભો હતો
અચાનક આતંકીઓએ તેને ગોળી મારતા તે જમીન પર પડી ગયો હતો આતંકીઓ તેની રાયફલ લઈને ફરાર થયા હતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી