મુખ્ય સમાચાર
News of Saturday, 20th July 2019

ગરીબ રથને બંધ કરવા કોઈ પ્રસ્તાવ નથી :ટ્રેનનું સંચાલન ચાલુ રખાશે :રેલમંત્રાલયની સ્પષ્ટતા

કોઈપણ નિર્ણંય કરાશે તો યાત્રિકોને પહેલા જણાવાશે

 

નવી દિલ્હી :ગરીબ રથ બંધ કરવા માટેનો કોઈ પ્રસ્તાવ નથી ટ્રેનનું સંચાલન યથાવત રખાશે ભારતીય રેલવેએ સ્પષ્ટતા કરી છે કે ગરીબ રથનું સંચાલન અટકાવવા માટેનો કોઇ પ્રસ્તાવ નથી. પૂર્વ રેલમંત્રી લાલુ યાદવે ટ્રેનની શરૂઆત કરી હતી. તેના કારણે ખાસ રીતે ગરીબો અને લોઅર મિડલ ક્લાસ (Lower Middle Class) ને સસ્તામાં એસી (AC) રેલ મુસાફરી કરાવવા માટે ચલાવાતી હતી.

  પહેલા સમાચારો હતા કે રેલવે મંત્રાલય સેવા બંધ કરી શકે છે. જો કે  રેલવે વિભાગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ગરીબ રથ ટ્રેનને બંધ કરવા માટેનું કોઇ આયોજન નથી. જો રેલવે મંત્રાલય અંગે કોઇ પણ નિર્ણય લેશે તો યાત્રીઓને પહેલા જણાવવામાં આવશે. હાલ રેલવે વિભાગ 26 જોડી ગરીબ રથ ટ્રેનનું સંચાલન કરી રહ્યું છે.

ગરીબ રથને 2005માં ચાલુ કરવામાં આવી હતી. તેનું ભાડુ મેલ અને એક્સપ્રેસ ટ્રેનનાં AC બર્થ કરતા ઓછું હોય છે. તેમાં માત્ર ચેરકાર અને થ્રી ટિયર (78 સીટ) વાળા ડબ્બાઓ હોય છે. ગરીબ રથમાં મુસાફરી કરનારા મુસાફરોને ઓઢવા, પાથરવા માટે કંઇ આપવામાં આવતું નથી.

એક સમય હતો જ્યારે ટ્રેન સુપર ફાસ્ટ ટ્રેન કરતા વધારે પ્રાથમિકતા આપવાળી ટ્રેન હતી. તેની મહત્તમ ગતી 140 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે રાજધાની અને દૂરાંતો જેટલી હતીબિહારથી પહેલી ટ્રેનની શરૂઆત કરી હતી

પૂર્વ રેલમંત્રી લાલુ યાદવે સૌથી પહેલા ગરીબ રથ સહરસા (બિહાર) થી અમૃતસર (પંજાબ) સુધી ચલાવી હતી. તેનું નામ સહરસા અમૃતસર ગરીબરથ એક્સપ્રેસ છે.

 

(8:57 am IST)