મુખ્ય સમાચાર
News of Saturday, 20th July 2019

ભારતમાં ભૂખમરાથી પીડાતા લોકોની સંખ્યામાં ઘટાડો : મેદસ્વીતાથી પીડાતા લોકોની સંખ્યામાં વધારો : યુ.એસ.ના ફુડ એન્ડ એગ્રીકલચર ઓર્ગેનાઈઝેશનનો અહેવાલ

યુ.એસ.: તાજેતરમાં યુ.એસ.ના ફુડ એન્ડ એગ્રીકલચર ઓર્ગેનાઈઝેશનના  અહેવાલમાં બહાર આવેલી વિગતો મુજબ ભારતમાં કુપોષણ તથા  ભૂખમરાથી પીડાતા લોકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.પરંતુ સામે પક્ષે લોકોમાં મેદસ્વીતાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.જે આરોગ્ય માટે નુકશાનકારક નીવડી શકે છે.

 ભારતમાં 2012 ની સાલમાં પુખ્ત વયના મેદસ્વી લોકોનું પ્રમાણ 24.1 મિલિયન હતું જે 2016 ની સાલમાં 32.8 મિલિયન થઇ ગયું છે.તેવું  2019ની સાલના  સ્ટેટ ઓફ ફુડ સિક્યુરીટી એન્ડ ન્યુટ્રીશન ઈન વર્લ્ડએ સોમવારે જાહેર કરેલ રિપોર્ટમાં જણાવાયું છે.

સામે પક્ષે કુપોષણથી પીડાતા લોકોની સંખ્યા 2004 થી 2006 ની સાલ દરમિયાન 253.9 મિલિયન હતી તે 2016 થી 2018 ની સાલ દરમિયાન ઘટીને 194.4 મિલિયન થઇ જવા પામી છે.

વિશ્વ કક્ષાએ પુખ્ત વયના મેદસ્વી લોકોની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.જે મુજબ 2012 ની સાલમાં પુખ્ત વયના મેદસ્વી લોકોની સંખ્યા 563.7 મિલિયન હતી જે 2016 ની સાલમાં 672.3 મિલિયન થઇ જવા પામી છે.

( એન.આર.આઇ.પલ્સમાંથી સાભાર )

(8:51 am IST)