મુખ્ય સમાચાર
News of Friday, 20th July 2018

સેકયુલર દેશોમાં આર્થિક વિકાસનો દર વધારે હોય

નવી દિલ્હી તા. ૨૦: ૧૦૯ દેશોમાં 'ધર્મની મહત્તા' વિશેની સ્ટડી કર્યા બાદ એવુ઼ જાણવા મળ્યું છે કે સેકયુલર અથવા તો ધર્મનિરપેક્ષ દેશોમાં આર્થિક વિકાસનો દર વધારે હોય છે. સ્ટડીમાં એ પણ સ્પષ્ટ થયું છે કે જે દેશો શ્રીમંત છે તેઓ ધર્મનિરપેક્ષ છે અને સામાન્ય રીતે ગરીબ દેશોમાં માત્ર એક જ ધર્મને અનુસરવામાં આવે છે. અત્યાર સુધી ફ્રાન્સના રિસર્ચ સકોલર્સ એવું કહેતા હતા કે જયારે દેશ વિકાસ પામે છે અને લોકોની તમામ જરૂરીયાતો પૂરી થયા છે ત્યારે ધર્મની મહત્તા ઘટી જાય છે. જોકે બીજી તરફ જર્મનીના સ્કોલરની એવી દલીલ હતી કે સમયાંતરે ધર્મમાં થતા ફરેફારના કારણે આર્થિક વિકાસ થાય છે. ૧૦૯ દેશોની સ્ટડી કર્યા બાદ રિસર્ચ કરનારા લોકોનું કહેવું હતું કે ધર્મનિરપેક્ષ દેશમાં જયારે લોકોને તેમના અધિકારો આપવામાં આવે અને તેમના અધિકારોનું જતન કરવામાં આવે ત્યારે દેશનો વિકાસ થાાય છે. લોકોમાં સમાનતા વધે અને એકબીજા માટે આદરવભાવ આવે ત્યારે ભવિષ્યમાં વિકાસ થશે એની ગેરન્ટી દેખાય છે. વળી જે દેશોમાં ગર્ભપાત, ડિવોર્સ  અને હોમોસેકસ્યુઅલિટીને કાયદેસરની માન્યતા છે એવા દેશોનો વિકાસ અચૂક થાય છે. જોકે જે દેશોમાં માત્ર એક જ ધર્મની માન્યતા છે ત્યાં આવી સમસ્યા માટે પણ પોતાની રીતે રસ્તા કાઢવામાં આવ્યાં છે. આવા દેશો ભલે એક જ ધર્મમાં માનતાં હોય તો પણ એ વિકાસ કરે છે.

(12:34 pm IST)