મુખ્ય સમાચાર
News of Sunday, 20th June 2021

કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા અને ભારત બાદ બ્રાઝીલનું નામ

વેક્સિનેશનમાં વિલંબ અને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સના નિયમોમાં ઢીલાશના કારણે બ્રાઝીલમાં સ્થિતિ વધુ વિકટ બની શકે

નવી દિલ્હી : કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા અને ભારત બાદ બ્રાઝીલનું નામ આવે છે.. ત્યારે અહીં હજુ પણ કોરોના વાયરસ તબાહી મચાવી રહ્યો છે.. બ્રાઝીલમાં કોરોનાથી અત્યાર સુધીમાં પાંચ લાખ લોકો જીવ ગુમાવી ચુક્યા છે.. આ સ્થિતિને જોતા નિષ્ણાતોએ ચેતવણી આપી છેક આગામી સમયમાં બ્રાઝીલમાં સ્થિતિ વધુ વિકટ બની શકે છે.. નિષ્ણાતોનું કહેવું છે કે વેક્સિનેશનમાં વિલંબ અને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સના નિયમોમાં ઢીલાશના કારણે અહીં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે… લેટિન અમેરિકામાં આવેલા દેશોમાંથી બ્રાઝિલ જ એક એવો દેશ છે કે જ્યાં સૌથી વધારે મોત નોંધાયા છે.

બ્રાઝિલના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા રિપોર્ટ મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 1 કરોડ 78 લાખ 83 હજાર 750 કેસ નોંધાઇ ચુક્યા છે.. જેમાંથી પાંચ લાખ 800 લોકો મોતને ભેટ્યા છે.. છેલ્લા 24 કલાકમાં અહીં કોરોનાથી 2300 લોકોના મોત થયા.. જ્યારે 82 હજાર 288 નવા કેસ નોંધાયા.. નિષ્ણાતોએ ચેતવણી ઉચ્ચારી છે કે જો બ્રાઝિલમાં વેક્સિનેશન પ્રોગ્રામમાં ગતિ નહીં લાવવામાં આવે તો અહીં સ્થિતિ ભયાનક બની જશે.. બ્રાઝિલમાં અત્યાર સુધીમાં માત્ર 11 ટકા લોકોને જ પૂર્ણ રીતે રસી આપવામાં વી છે.. બ્રાઝિલના સ્વાસ્થ્ય નિયામકે ચિંતા વ્યક્ત કરી છે કે વેક્સિનેશનના પ્રભાવ પહેલા દેશમાં મોતનો આંકડો સાતથી આઠ લાખ સુધી પહોંચી શકે છે.

   બીજી તરફ બ્રાઝિલમાં મોતનો આંકડો પાંચ લાખને પાર પહોંચતા લોકોમાં સરકાર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી.. લોકો બેનરો અને પ્લેકાર્ડ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા.. અને સરકારની વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા.. પ્રદર્શનકારીઓએ કોરોના સામેની રાષ્ટ્રપતિ જાયર બોલસોનારો સરકારની નીતિની આકરા શબ્દોમાં નિંદા કરી.. અને ઉચ્ચા મૃત્યુઆંક માટે સરકારને જવાબદાર ઠેરવી છે.

(8:43 pm IST)