મુખ્ય સમાચાર
News of Sunday, 20th June 2021

મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના સાત દર્દીઓ નોંધાયા :કોરોનાની ત્રીજી લહેર આવવાનો ખતરો

ડેલ્ટા પ્લસના સાતમાંથી પાંચ દર્દીઓ ફક્ત રત્નગિરીમાં નોંધાયા

મુંબઈ : મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કારણે કોરોનાની ત્રીજી લહેર આવવાનો ખતરો જણાઈ રહ્યો છે. ડેલ્ટા પ્લસ વેરિએન્ટના સાત દર્દીઓ નોંધાયા છે રત્નાગિરી જિલ્લાના જિસ ગામમાં પાંચ દર્દીમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ જોવા મળ્યું હતું અહીં કન્ટેન્ટમેન્ટ ઝોન તૈયાર કરવામાં આવ્યું છે

મહારાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં ભેગા કરેલા નમૂનાઓમાં SARS-CoV-2 ડેલ્ટા પ્લસ વેરિએન્ટના સાત દર્દીઓ નોંધાયા છે. હજુ કેટલા વિસ્તારોમાં આ વેરિએન્ટ ફેલાયો છે તે જોવા માટે ઘણા બીજા નમૂનાઓની તપાસ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં નિષ્ણાંતોએ ડેલ્ટા-પ્લસ વેરિએન્ટના કારણે કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે.

પશ્ચિમ મહારાષ્ટ્રમાં ખાસ કરીને કોલ્હાપુર અને તે ઉપરાંત સિંધુદુર્ગ, રાયગઢ, રત્નાગિરી, સાતારા અને સાંગલી જિલ્લામાં કોવિડ-19માં દર્દીની સંખ્યામાં ઘટાડો થવાની જગ્યા પર સતત વધારો થતો જોઈ શકાય છે. ડેલ્ટા પ્લસના સાતમાંથી પાંચ દર્દીઓ એકલા રત્નાગિરી જિલ્લામાં જોવા મળ્યા હતા

રત્નાગિરી જિલ્લાના જિસ ગામમાં પાંચ દર્દીમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ જોવા મળ્યું છે. તે ગામને સંપૂર્ણ રીતે લોક કરી દેવામાં આવ્યું હતું અને અહીં કન્ટેન્ટમેન્ટ ઝોન તૈયાર કરવામાં આવ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ પાંચ દર્દીઓમાંથી બેમાં કોરોનાના કોઈ પણ લક્ષણ જોવા મળ્યા ન હતા. બજી એક મુખ્ય વાત એ છે કે જે ગામમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના દર્દીઓ મળી આવ્યા છે તે ગામમાં લોકોને મોટાભાગે વિદેશોમાંથી આવે છે. પરંતુ આ પાંચેયે વિદેશ યાત્રા કરવાની વાતથી ઈનકાર કર્યો છે.

(8:39 pm IST)